મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ટંકારાના લતીપર રોડેથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશમાં ઓળખ મેળવવા તજવીજ


SHARE







ટંકારાના લતીપર રોડેથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશમાં ઓળખ મેળવવા તજવીજ

ટંકારા લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ વજાબાપા ટી સ્ટોલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવેલ છે જેના વાલીવારસની માહીતી હજુ સુધી પોલીસને મળેલ નથી જેથી કરીને મૃતક યુવાનના વાલીવારસ પાસે લોકો પાસે માહિતી હોય તો આપવા માટે અપીલ કરેલ છે.

ટંકારા સરકારી હોસ્પિટલના ડોક્ટરે ટેલીફોનથી જાણ કરેલ હતી કે, ટંકારા લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઇવર એક અજાણ્યો પુરૂષ જેની આશરે ૪૦ વર્ષની ઉમર છે તેની ડેડ બોડી ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવેલ છે જેના વાલીવારસ વિશે કોઇ હકિકત મળી નથી જેથી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા મૃતક યુવાનના વાલીવારસની ઓળખ મેળવવા માટે તેની ઓળખ થઈ શકે તેવી માહિતી જાહેર કરવામાં આવેલ છે જેમાં પોલીસે જણાવ્યુ છે કે, મૃતક યુવાનને જમણા હાથે કલાઈ ઉપર હિન્દીમા સાગર તથા અંગ્રેજીમા S ત્રોફાવેલ છે તેમજ જમણા હાથના પંજા ઉપર ટેટુ ત્રોફાવેલ છે અને તેને આખી બાઇનો કાળા જેવો શર્ટ તથા કોટનનું ગ્રે કલરનુ પેન્ટ પહેરેલ છે અને ગળામાં કાળો દોરો, કાનમા પીળી ધાતુની કડી અને કમરે કાળા કલરનો રેન્જીનનો બેલ્ટ પહેરેલ છે જો કે મૃતક યુવાનની કે પછી તેના વાલીવારસની કોઈ પાસે ઓળખ હોય તો ટંકારા પોલીસ સ્ટેશન મોબાઇલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૭૬, ટંકારાના પીઆઇ કે.એમ. છાસીયાના મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૭૫, હેડ કોન્સ્ટેબલ આર.એન.કણઝરીયાના મોબાઇલ નંબર ૯૭૩૭૫ ૪૭૫૫૫ કે પછી મોરબી જીલ્લા કંટ્રોલ રૂમના મોબાઈલ નંબર ૭૪૩૩૯ ૭૫૯૪૩ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News