મોરબીના ઘુંટુ રોડ ઉપર ડબલ સવારી બાઇકને કન્ટેનર ચાલકે હડફેટે લેતા બે યુવાનોના મોત
મોરબીના મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલાવવા પાણી ખાલી કરવા 2 દરવાજા ખોલ્યા, પીવાના પાણીનો કોઈ પ્રશ્ન ઊભો થશે જ નહીં: અધિકારી
SHARE
મોરબીના મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલાવવા પાણી ખાલી કરવા 2 દરવાજા ખોલ્યા, પીવાના પાણીનો કોઈ પ્રશ્ન ઊભો થશે જ નહીં: અધિકારી
મોરબી નજીકના મચ્છુ-2 ડેમના 33 દરવાજાને બદલવા માટેનું કામ કરવાનું છે જેથી કરીને આ ડેમમાં રહેલા પાણીને ખાલી કરવું જરૂરી છે જેથી કરીને આજે બપોરે ચાર વાગ્યાથી આ ડેમના 2 દરવાજાને 2 ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને બે દિવસ સુધી આ દરવાજાઓને ખુલ્લા રાખીને કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તે રીતે ધીમેધીમે ડેમમાંથી પાણીને મચ્છુ નદીમાં છોડવામાં આવશે અને આગામી ચોમાસા સુધી આ ડેમમાંથી પહેલા જેટલા પણ વિસ્તારમાં પાણી પીવા માટેનું પૂરું આપવામાં આવતું હતું તે વિસ્તારમાં પાણીનો કોઈ પ્રશ્ન ઊભો ન થાય તે રીતે કામ કરવામાં આવશે અને ચોમાસા પહેલા ડેમને ફરી પછી પાણી ભરવા માટે ઓકે કરી દેવામાં આવશે.
મોરબીનો મહાકાય મચ્છુ ડેમ 1979 માં તૂટ્યો હતો અને હોનારત સર્જાઈ હતી અને ત્યાર બાદ આ ડેમને ફરીથી બંધવામાં આવેલ હતી અને દરવાજા ફીટ કરવામાં આવ્યા હતા અને 1989 થી આ ડેમને લોકોને પીવાનું તેમજ સિંચાઇ માટેનું પાણી પૂરું પાડવા માટે ભરવામાં આવી રહ્યો છે જો કે, ડેમના કેટલા દરવાજા જૂના થયેલ હોવાથી લીકેજ સહિતની સમસ્યા હતી અને ભવિષ્યમાં ભારે વરસાદ પડે તો આ દરવાજા જોખમી બને તેવી શક્યતા છે જેથી કરીને ડેમના દરવાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાથી ગત વર્ષે ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા અને આ વર્ષે 33 દરવાજાઓને બદલવા માટે તેને કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા આ વર્ષે હાથ ધરવામાં આવી છે. જેથી કરીને આજે બપોરે ચાર વાગ્યે ડેમના 2 દરવાજને 2 ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેવી માહિતી મચ્છુ-2 ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રતિકભાઈ પટેલે આપેલ છે.
મચ્છુ-2 ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે કેમકે આ ડેમ ચોમાસામાં 100 ટકા ભરાઈ જાય ત્યારબાદ બંને તાલુકામાં પીવા તથા સિંચાઈના પાણી માટેનો પ્રશ્ન એક વર્ષ માટે ઉકેલાઈ જાય છે જો કે, મચ્છુ-2 ડેમ તૂટ્યા પછી ફરીથી બાંધવામાં આવ્યો હતો ત્યારે જૂના 20 દરવાજા અને નવા 18 દરવાજા આમ કુલ મળીને 38 દરવાજા તેમ ફિટ કરવામાં આવ્યા હતા અને આજની તારીખે આ ડેમના કુલ 38 દરવાજા છે. અને મચ્છુ-2 ડેમમાં કુલ 3104 એમસીએફટી પાણીનો સંગ્રહ થાય છે અને આજની તારીખે ડેમમાં 939 એમસીએફટી જેટલો જળ જથ્થો ભરાયેલ છે જેમાંથી ડેમના દરવાજા બદલાવવા માટે બે દિવસમાં 390 એમસીએફટી જેટલો જળ જથ્થો નદીમાં છોડવામાં આવશે.
આ ડેમના 36 વર્ષ બાદ દરવાજા બદલાવવા માટેનું કામ સિંચાઇ વિભાગે શરૂ કરેલ છે આ ડેમમાંથી પાણી છોડતા પહેલા મોરબી તાલુકાનાં 20 અને માળીયા તાલુકાનાં 9 આમ કુલ મળીને 29 ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવેલ છે. અને શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ જગ્યાએ પીવાના પાણી માટેની કોઈને મુશ્કેલી ન પડે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલેખનીય છે કે, મચ્છુ-2 ડેમના દરવાજાઓનું આયુષ્ય પૂર્ણ થયેલું હોવાથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સરકાર દ્વારા મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને વર્ષ 2024 માં ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા. અને આ વર્ષે બાકીના 33 દરવાજા એકી સાથે બદલાવવામાં આવશે અને આગામી તા 1 જૂન એટલે કે ચોમાસાના આગમન પહેલા જ કામ પૂર્ણ કરી દેવામાં આવશે.