મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે


SHARE











મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી માટેની કામગીરી શરૂ કરેલ છે અને તા ૧૧ થી ૨૫ સુધીમાં નંબર માટે અરજી કરી શકાશે.

મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનો માટે GJ36AR સીરીઝ માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તારીખ ૧૧ શરૂ થનાર છે.  તા. ૧૧ થી ૨૫ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૫ થી ૨૭ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. અને તા. ૨૭ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. અને બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૫ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સહિતના તમામ સાધનિક કાગળો સાથે સ્વખર્ચે હાજર રહેવા માટે જાણ કરવામાં આવેલ છે.






Latest News