મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી રોડ ઉપર 40 સ્થળે કર્યું ડિમોલિશન
મોરબીના ગણેશનગરમાં નિવૃત આર્મી જવાન ધીરજભાઈ કંઝારિયાનું ભવ્ય સ્વાગત કરાયું
SHARE









મોરબીના ગણેશનગરમાં નિવૃત આર્મી જવાન ધીરજભાઈ કંઝારિયાનું ભવ્ય સ્વાગત કરાયું
મોરબી જિલ્લામાંથી દેશ સેવા માટે ઘણા જવાનો આર્મીમાં જોડાતા હોય છે અને જયારે તે તેમની નોકરી પૂરી કરીને પાછા આવે છે ત્યારે તેઓની ભવ્ય સ્વાગત પરિવારના લોકો તેમજ ગામના લોકો દ્વારા કરવામાં આવે છે આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમાં રહેતા ધીરજભાઈ હરજીવનભાઈ કંઝારિયા આર્મીમાં જોડાયા હતા અને તેઓ નોકરી પૂરી કરીને જ્યારે પોતાના ઘરે પાછા આવ્યા હતા ત્યારે તેઓનું લાલજાજમ પાથરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ તકે પરિવારના સભ્યો ઉપરાંત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાજતે ગાજતે નિવૃત આર્મીમેનનું સ્વાગત કરીને તેને સહુ કોઈએ શુભકામનાઓ પાઠવી હતી.
