મોરબીના બેલા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીમાંથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલ અજાણ્યા વૃદ્ધનું મોત
SHARE







મોરબીમાંથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલ અજાણ્યા વૃદ્ધનું મોત
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર મેઇન રોડ ઉપરથી અજાણ્યા 60 વર્ષના વૃદ્ધને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર મેઇન રોડ ઉપરથી અજાણ્યા 60 વર્ષના વૃદ્ધ કે જેને સ્થળ ઉપર લોકો બાલાભાઈ કહેતા હતા તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન બાલાભાઈ નામના અજાણ્યાઆ વ્યક્તિનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામ નજીક બાઇક સ્લીપ થયું હતું જેથી શૈલેષભાઈ કુવરિયા (25) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
