મોરબીની મચ્છુ નદીમાં પાણી છોડતા મીઠાના ઉદ્યોગકારોને નુકશાન: મરીન સોલ્ટ મેન્યુ. એસો.ની રજૂઆત
SHARE






મોરબીની મચ્છુ નદીમાં પાણી છોડતા મીઠાના ઉદ્યોગકારોને નુકશાન: મરીન સોલ્ટ મેન્યુ. એસો.ની રજૂઆત
મોરબીના મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલાવવાના છે જેથી કરીને હાલમાં ડેમને ખાલી કરવા માટે ડેમના બે દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી માળીયા તાલુકામાં મીઠાના અગરમાં પાણી જઈ રહ્યું છે જેથી કરીને મીઠાના એકમોને નુકશાન થઈ રહ્યું છે જેથી કરીને મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો. દ્વારા કલેકટર અને સિંચાઈ વિભાગના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે
હાલમાં મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો.ના પ્રમુખ દિલુભા જાડેજાએ કલેક્ટરને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છેકે, મચ્છુ-2 ડેમના દરવાજા બદલાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને ડેમને ખાલી કરવા માટે પાણી નદીમાં છોડ્યું છે. જો કે, મચ્છુ નદીનું પાણી મીઠાના એકમોમાં આવે છે અને હાલમાં મીઠાની સિઝન છે જેથી કરીને મીઠા ઉદ્યોગને મોટું નુકશાન વેઠવું પડે, ઉત્પાદનમાં નુકશાન થાય અને અગરિયાઓની રોજીરોટી છીનવાઈ જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી ઓછામાં ઓછી નુકશાની થાય તેવી રીતે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.

