મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 413 એમસીએફટી પાણી છોડ્યું


SHARE













મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 431 એમસીએફટી પાણી છોડ્યું

મોરબીના મચ્છુ-2 ના દરવાજા બદલવા માટેની કામગીરી કરવામા આવી રહી છે જેથી કરીને ડેમમાં રહેલ પાણીને ખાલી કરવા માટે બુધવારે બપોરે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જે દરવાજાને 41 કલાક સુધી ખુલ્લા રાખીને ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે અને હવે તે દરવાજાઓને બંધ કરવામાં આવ્યા છે.

મોરબીના મચ્છુ -2 ડેમના કુલ 38 દરવાજા છે જે પૈકીના પાંચ દરવાજા ગત વર્ષે બદલાવવામાં આવેલ છે અને બાકીના 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી આ વર્ષે શરૂ કરવામાં આવી છે જેથી તા. 2/2/2025 ના રોજ બપોરે ચાર વાગ્યાથી મચ્છુ-2 ડેમના બે દરવાજાને બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને કુલ મળીને 41 કલાક સુધી દરવાજાઓને ખુલ્લા રાખીને આ ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવેલ છે જો કે, મચ્છુ-2 ડેમના અધિકારી ભાવિનભાઈ પનારાએ હાલમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ ડેમના જે દરવાજાને પાણી ખાલી કરવા માટે ખોલવામાં આવ્યા હતા તેને સવારે આજે 9:30 કલાકે બંધ કરવામાં આવેલ છે અને આજની તારીખે મોરબીના મચ્છુ-2 ડેમમાં 16.77 ટકા પાણી ભરેલ છે જેથી આગામી ચોમાસા સુધી આ ડેમમાંથી પીવા માટેનું પાણી મળી રહેશે.

ડેમના દરવાજા ખોલવાથી ખેડૂતો-અબોલ જીવને ફાયદો

મચ્છુ-2 ડેમમાંથી જે પાણી નદીમાં છોડવામાં આવ્યું તે પાણી દરિયામાં વેડફાઇ તે પહેલા મચ્છુ-2 ડેમથી લઈને દરિયા સુધીના નદીના પટમાં આવેલ એક કે બે નહીં નવ જેટલા ચેકડેમો ભાર ઉનાળે ભરાઈ ગયેલ છે જેથી કરીને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તેમાંથી મળી રહેશે. અને આટલું જ નહીં મચ્છુ-3 ડેમમાંથી કેનાલ મારફતે પાણીને માળિયા તાલુકાના મોટાભેલાનવાગામ અને સરવડ સુધી પહોચડવામાં આવેલ છે જેથી કરીને અબોલજીવને પીવા માટે અને ગામના લોકોને વપરાશ માટે મચ્છુનું પાણી કામ આવશે.




Latest News