મોરબી મહાપાલિકા વિસ્તારમાં રામનવમી-મહાવીર જયંતીએ કતલખાના બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ
મોરબીના સોખડા ગામની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અને તેના બે દીકરાએ યુવાનને મારમાર્યો
SHARE









મોરબીના સોખડા ગામની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અને તેના બે દીકરાએ યુવાનને મારમાર્યો
મોરબીના સોખડા ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અને તેના બે દીકરાઓએ યુવાનને ભુંડાબોલી ગાળો આપીને ઢીકાપાટુ અને ધોકા વડે મારમાર્યો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં સોખડા ગામે રહેતા ચેતનભાઇ નથુભાઇ મકવાણા (28)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ખીમાભાઇ મકવાણા, પ્રકાશ રમેશભાઇ મકવાણા અને વસંત ઉર્ફે કિશન રમેશભાઇ મકવાણા રહે. બધા સોખડા વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, આરોપી રમેશભાઇ ખીમાભાઇ સોખડા ગામમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન હોય તેમના હોદાનો દુરઉપયોગ કરી ગામના રહેવાસીઓને હેરાન કરતા હોય જે ફરીયાદીના પિતા નથુભાઇ ખીમાભાઇને પસંદ ન હોય જે આરોપી રમેશભાઇને સારૂ નહી લાગતા આરોપી રમેશભાઇ તથા તેમના દીકરા પ્રકાશભાઇ તથા વસંતભાઇએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી હતી અને ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે યુવાનને માથામાં તથા ડાબા પગમાં થાપાના ભાગે માર મારીને ઇજા પહોંચાડી હતી અને ફરીયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે બીએનએસની કલમ 115(2), 352, 351(3), 54 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

