મોરબીના સોખડા ગામની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અને તેના બે દીકરાએ યુવાનને મારમાર્યો
મોરબીમાંથી મહિલા સહિત કુલ ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે
SHARE









મોરબીમાંથી મહિલા સહિત કુલ ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે
મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલાની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે જેથી પોલીસે પાસા હેઠળ ત્રણેયને ડીટેઇન કરીને રાજ્યની અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં દારૂ અને જુગારની બદીને ડામવા માટે આવી પ્રવૃતિ કરનારાઓની સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવે છે અને તે મંજૂર કરવામાં આવે એટ્લે પોલીસ દ્વારા આરોપીને પકડીને પાસ હેઠળ જેલ હવાલે કરવાની કામગીરી કરવામાં આવે છે. તેવામાં એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા અને મોરબી બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવા દ્વારા દારૂના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા વિરુધ્ધ પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવેલ છે. અને પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતા જેથી કરીને પોલીસે આરોપી સાગરભાઇ કાંતિભાઇ પલણ (32) રહે. જલારામ પાર્ક, બ્લોક ન.૧૫ નવલખીરોડ, સેન્ટમેરી સ્કુલની પાછળ મોરબી વાળાને જિલ્લા જેલ જુનાગઢ, મહેબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા (31) રહે. વીસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ મોરબી વાળાને મધ્યસ્થ જેલ વડોદરા અને સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા (40) રહે. માળીયા વનાળીયા સોસાયટી મોરબી વાળીને મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કરવામાં આવેલ છે.
