ટંકારા તાલુકાના લખધીરગઢ-અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયા મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય મોરબી જલારામ ધામ ખાતે રવિવારથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ હળવદના રાણેકપર ગામે પડી જવાથી માથામાં ઇજા થતાં એક વર્ષની બાળકીનું મોત વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ ધારાસભ્યની રજુઆત ફળી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામમાં 60 કરોડનો વધારો કરાયો, હવે 16 ખુલ્લા ગાળા મળશે
Breaking news
Morbi Today

હળવદમાંથી બાઈકની ચોરી કરનાર રીઢો ગુનેગાર ચોરાઉ બાઇક સાથે પકડાયો


SHARE

















હળવદમાંથી બાઈકની ચોરી કરનાર રીઢો ગુનેગાર ચોરાઉ બાઇક સાથે પકડાયો

હળવદમાં સરા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ હોટલ તથા સેન્ટ્રલ પોઇન્ટ હોટલની વચ્ચેની ગલીમાં પાર્ક કરેલા બાઈકની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને શોધી રાખી હતી તેવામાં ગણતરીની કલાકો ચોરાઉ બાઇક સાથે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં પકડાયેલ આરોપી સામે રાજસ્થાનમાં 10 જેટલા જુદાજુદા ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.

હળવદ તાલુકાનાં પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટીમે વાહન ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં વિજયભાઇ પરબતભાઈ ચાવડા તથા લાલભા રઘુભા ચૌહાણને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હળવદના સરા રોડ ઉપર આવેલ આનંદ પાર્ક-2 માં રહેતા હસમુખભાઈ વિઠ્ઠલભાઈ વરમોરાએ બાઈક નંબર જીજે 13 એએમ 1187 સરા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ હોટલ તથા સેન્ટ્રલ પોઇન્ટ હોટલની વચ્ચેની ગલીમાં પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરનારા આરોપી હળવદમાં છે જેથી કરીને પોલીસે વોચ રાખી હતી અને ચોરાઉ બાઈક સાથે પોલીસે આરોપી મોતીલાલ ઉર્ફે સોનું કલુજી છગનલાલ વર્મા (20) રહે. હાલ કીડાણા ગાંધીધામ ગણેશનગર રેણુકા સુગર કંપની પાસે સાલ સ્ટીલ કંપની પાસે મુળ રહે. અમેઠીયો કા બાસ કેલવાડા તાલુકો કેલવાડા કુંભલગઢ જીલ્લો રાજસમંદ રાજ્ય રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ બાઇકને કબ્જે કર્યું હતું અને તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે આરોપી સામે રાજસ્થાન રાજ્યમાં અલગ અલગ 10 ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News