મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયાએ ભારે કરી: મોરબીના રવાપર પાસે સગીરા સાથે દુષ્કર્મ અને તેની બહેનની છેડતીના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE















સોશ્યલ મીડિયાએ ભારે કરી: મોરબીના રવાપર પાસે સગીરા સાથે દુષ્કર્મ અને તેની બહેનની છેડતીના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના રવાપર ગામે રહી મજૂરી કામ કરતા પરિવારની એક સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેની જ નાની બહેન સાથે છેડતી કરવામાં આવી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હતો જેના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને હાલમાં બે આરોપીને પકડવામાં આવેલ છે. અને બંને આરોપીઓ સોશ્યલ મીડિયાથી ભોગ બનેલ સગીરાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર બાદ આ ઘટના સુધી મામલો પહોચ્યો છે.

મોરબીના રવાપર ગામે નવા બનતા એપાર્ટમેન્ટમાં રહી મજૂરી કામ કરતાં પરિવારની મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓ મજૂરી કામ માટે રવાપર ગામે આવ્યા હતા અને ત્યાં નવા બનતા એપાર્ટમેન્ટમાં રહી પાણી છાંટવા સહિતની અન્ય મજૂરીનું કામ કરતા હતા અને ગત તા. 18/3 ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં તેઓની બે સગીર વયની દીકરીઓ જે પૈકી મોટી દીકરીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને નાની દીકરીની સાથે શારિરીક અડપલા કરવામાં આવ્યા હતા જેથી આ બંને સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સલીમ તાજુદ્દીન બ્લોચ રહે. વાવડી રોડ નાયરા પેટ્રોલ પંપ પાસે મોરબી તથા મિલન દિનેશ રાઠોડ રહે. નવલખી ફાટક પાસે મોરબી વાળાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ સલીમ બલોચ દ્વારા ફરિયાદીની મોટી દીકરીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જ્યારે મિલન રાઠોડ દ્વારા તેઓની નાની દીકરીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુનાની તપાસ પીઆઇ આર.એસ.પટેલ તથા રાઇટર સુરેશભાઈ દ્વારા કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં આરોપી સલીમ તાજુદ્દીનભાઇ બ્લોચ (22) રહે. બાપાસીતારામ મઢુલી પાસે વાવડી રોડ મોરબી તથા મિલન દિનેશભાઇ રાઠોડ (24) રહે. દેવીપુજકવાસ નવા પ્લોટ વિસ્તાર ઇન્દિરાનગર જામકંડોણાને વાળાની ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.






Latest News