મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
SHARE






મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે કેમ્પ યોજાયેલ હતો જેમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને સ્વ.નરભેરામભાઈ ઉઘરેજાને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. અને આ કેમ્પમાં રક્તદાન કરનાર બહેનોને પર્સ તેમજ ભાઈઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો હેતલબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

