મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં NMMS પરીક્ષામાં માધાપરવાડી શાળાની બાળા જિલ્લામાં પ્રથમ


SHARE







મોરબી જીલ્લામાં NMMS પરીક્ષામાં માધાપરવાડી શાળાની બાળા જિલ્લામાં પ્રથમ

સરકારી સર્વિસનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા થાય એ માટે કોમન એંટર્સ ટેસ્ટ,નેશનલ મેરીટ મિન્સ કમ સ્કોલરશિપ NMMS પરીક્ષા પ્રાથમિક લેવલથી આપતા થાય અને મોરબી જિલ્લાનું સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ માટે નિઃશુલ્ક વર્ગો અને માર્ગદર્શન સેમિનાર શનિવારે અને રવિવારે રજાના દિવસોમાં ચલાવવામાં આવે છે. સમગ્ર મોરબી જિલ્લામાંથી આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓએ 180 માર્કની NMMS પરીક્ષા આપી હતી જેમાં PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળા વંદના હંસરાજભાઈ પરમારે 158 માર્ક પ્રાપ્ત કરી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. જેથી કરીને ડીડીઓ જે.એસ.પ્રજાપતિએ દીકરીને અભિનંદન પાઠવ્યા હતા અને પે સેન્ટર તાલુકા શાળા નંબર: 1 ના આચાર્ય જીતેન્દ્રભાઈ સદાતીયા તેમજ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલ છે.




Latest News