મોરબી જીલ્લામાં NMMS પરીક્ષામાં માધાપરવાડી શાળાની બાળા જિલ્લામાં પ્રથમ
મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન
SHARE






મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન
મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ- 8 માં બ્રહ્માકુમારી આશ્રમ સામે તા. 8/4/ 2025 ના રોજ સર્વે સનાતની હિન્દુ સમાજ માટે હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર અને શસ્ત્ર કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે.
આ કેન્દ્ર શનિવારે સાપ્તાહિક કરવામાં આવી રહ્યું છે અને દર શનિવારે 9 થી 11 વાગ્યા સુધી સમય રહેશે. જેમાં સર્વે સનાતની હિન્દુ યોદ્ધાઓ, ભાઈઓને આ કેન્દ્રમાં શસ્ત્ર તથા શાસ્ત્ર શીખવવામાં આવશે જેથી કરીને બહોળી સંખ્યામાં લોકોને તેમાં જોડાવા માટે આહવાન કર્યું છે અને વધુ મહિત્રી માટે કમલેશભાઈ બોરીચા (9099010005), નેવિલભાઈ પંડિત (9429471701), હિતુભા ઝાલા (9825219269), ભાવિનભાઈ ઘેલાણી (9925496488), ઇશ્વરભાઇ કંજારિયા (7069312575), જ઼ીલેશભાઈ કાલરીયા (9924888788)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

