મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન
મોરબીમાં ટ્રાફિકના પ્રશ્નને ઉલેકવા 14 સ્થળે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
SHARE






મોરબીમાં ટ્રાફિકના પ્રશ્નને ઉલેકવા 14 સ્થળે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
મોરબીમાં ટ્રાફિકના પ્રશ્ને ઉલેકવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને શહેરના રોડ ઉપર જે રીતે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે તે બંધ થાય તે માટે જુદાજુદા 14 પોઈન્ટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે.
મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે જેથી કરીને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે લોકોની સુવિધાને ધ્યાને રાખીને કેટલાક વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરેલ છે જેમાં મોરબીના રવાપર રોડે ચકીયા હનુમાન મંદિર પાસે, એચડીએફસી ચોક મોમાય કેન્ડી નજીક, રવાપર રોડે બાપા સીતારામ ચોક, શનાળા રોડે સ્કાય મોલ, નવા બસ સ્ટેશન, જૈન દેરાસર, સંતોષ રસ સેન્ટર, કિષ્ના હોસ્પીટલ, મહાવિર ફરસાણ, અયોધ્યાપુરી રોડ જલારામ મંદિર આગળ, રામ ચોકના ઢાળીયા પાસે વિનય ચશ્મા ઘર આગળ, જુના બસ સ્ટેશન રોડ, વિજય ટોકીઝ, ત્રીકોણ બાગનો સમાવેશ થાય છે.

