મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં નવા બિલ્ડીંગનું લોકાર્પણ, શિક્ષક અને વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં નવા બિલ્ડીંગનું લોકાર્પણ, શિક્ષક અને વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો

પી એમ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં સ્વપનો સે હકીકત કી ઉડાન રંગોત્સવ કાર્યક્રમ અને નવા બિલ્ડીંગ લોકાર્પણ વાંકાનેર તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.

પીએમ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં રંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ તાલુકા ભાજપ પરેશભાઈ મઢિયા અને મયુરસિંહ પરમાર બીઆરસી કો-ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચૌહાણ સીઆરસી કો-ઓર્ડીનેટર જામસર, વિનોદભાઈ સોલંકી જામસર તા.શા.નાં આચાર્ય, સમસ્ત સીઆરસી ના આચાર્યમિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર ડી.એલ.એસ.એસ.ના ૧૧ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ૯ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ દાતાશ્રી અને ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.સમસ્ત સીઆરસી ના આચાર્યમિત્રો સમસ્ત ગ્રામજનોના સહકારથી તેમજ એસએમસીના સભ્યોના સહકારથી સમગ્ર કાર્યક્રમ આચાર્ય રેખાબેન ભરાડીયા તેમજ ભૂતપૂર્વ આચાર્ય પંકજભાઈ ધામેચા અને સર્વે સ્ટાફ પરિવારના સહકારથી સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.






Latest News