મોરબીના ટિંબડી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીના ટિંબડી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો યુવાન ટિંબડી ગામના બસ સ્ટેશન પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટેન્કરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર ખાદી ભંડાર કેન્દ્રની સામે શક્તિ મેડિકલની બાજુમાં રહેતા આકાશભાઈ વસંતભાઈ સોમાણી (24)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેન્કર નંબર જીજે 8 યુ 2208 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનો ભાઈ પ્રકાશભાઈ વસંતભાઈ સોમાણી (40) પોતાનું બાઈક નંબર જીજે 36 સી 9583 લઈને ટિંબડી ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેન્કર ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે ઉલ્લેખની છે કે મૃતક યુવાન શાક બકાલાની ફેરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય જ્યારે અકસ્માત બન્યો ત્યારે રાત્રે 8:00 વાગ્યે તે શાક બકાલું વેચીને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટેન્કર ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો.
