અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ શાખાની સાધારણ સભા-પદગ્રહણ સમારોહ યોજાયો


SHARE







મોરબી ભારત વિકાસ પરિષદ શાખાની સાધારણ સભા-પદગ્રહણ સમારોહ યોજાયો

મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વાર્ષિક સાધારણ સભા, નવા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ અને પારિવારિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ મોરબીના ઈડન હિલ્સ ખાતે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે મોરબી સિરામિક એસો. વોલ ટાઈલ્સ ડિવિઝનનાં પ્રમુખ હરેશભાઈ બોપલિયા તથા આરએસએસ રાજકોટ વિભાગ ધર્મ જાગરણના સહસંયોજક જસ્મિનભાઈ હિંસુ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત વંદે માતરમનું સામૂહિક ગાન કરીને કરવામાં આવી હતી અને ત્યાર બાદ  અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારાએ પોતાના કાર્યકાળનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. અને બાદમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતનાં કોષાધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા દ્વારા વર્ષ 2025-26 નાં નવાં પદાધિકારીઓની ઘોષણા કરીને શપથવિધિ કરાવામાં આવી હતી જેમાં હિંમતભાઈ મારવણિયાને અધ્યક્ષ, ધ્રુમિલભાઈ આડેસરાને સચિવ અને હિરેનભાઈ ધોરિયાણીને કોષાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ દરેક પ્રકલ્પો માટે સંયોજક અને સહસંયોજક નિમવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે કૌશિકભાઈ અઘારા અને અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News