મોરબીમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા
મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે ત્રિવિધ કાર્યક્રમો યોજાયો
SHARE






મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે ત્રિવિધ કાર્યક્રમો યોજાયો
મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામના જન્મોત્સવ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ . ત્યારે પ્રાગટ્યોત્સવ, મહાઆરતી અને ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા સી.પી.પોપટ પરિવાર તરફથી કરવામાં આવી હતી. આ તકે એકતા એજ હિન્દુ સંગઠનના સંસ્થાપક ભગીરથસિંહ રાઠોડ, જૈન સમાજ અગ્રણી હિરેનભાઈ દોશી, દીનેશભાઈ પારેખ, જયેશભાઈ ટોળીયા, વૃષભભાઈ દોશી, પટેલ સમાજ અગ્રણી દીનેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ક્ષત્રિય સમાજ અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજા, બ્રાહ્મણ સમાજ અગ્રણી અશોકભાઈ જોશી, હિતેશભાઈ જાની, મંથનભાઈ જોશી, સતવારા સમાજ અગ્રણી હર્ષલભાઈ ડાભી, પ્રશાંતભાઈ ડાભી, વાણંદ સમાજ અગ્રણી દીપભાઈ સોલંકી, મોચી સમાજ અગ્રણી આયુશભાઈ ચૌહાણ,લોહાણા સમાજ અગ્રણી પ્રફુલ્લભાઇ પોપટ, નરેન્દ્રભાઈ રાચ્છ, રાજકીય અગ્રણી દીપકભાઈ પોપટ, નરેન્દ્રભાઈ પોપટ સહીત ના વિવિધ હિન્દુ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકર્મને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, જીલ્લા ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કૌશલભાઈ જાની, માતૃશક્તિ અધ્યક્ષા ભારતીબેન રામાવત સહીતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

