મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે ત્રિવિધ કાર્યક્રમો યોજાયો
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્રારા રાંદલ વિદ્યયાલય ખાતે જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન
SHARE






મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્રારા રાંદલ વિદ્યયાલય ખાતે જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન રાંદલ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવ્યુ હતુ.મોરબી મહાનગરપાલિકામાં ચીફ એકાઉન્ટન્ટ ક્લાસ-૨ તરીકે ફરજ બજાવતા ડી.કે.બારડ તેમજ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સ્નેહમિલનના આજીવન દાતા એવા ચંદુભાઈ હુંબલ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમના આજીવન દાતા એવા અરવિંદભાઈ બોરીચા તેમજ આજની સામાન્ય જ્ઞાન કસોટીના દાતા અને મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ એવા ડૉ.પ્રો.રામભાઈ વારોતરીયા તેમજ પૂર્વ પ્રમુખ અજયભાઈ ડાંગરની હાજરીમાં આ આયોજન થયું હતું.
તેઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. સામાન્ય જ્ઞાન કસોટીમાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવેલા ધોરણ ૬ થી ૮ ના કુલ ૬૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ તમામ વિદ્યાર્થીઓને ડૉ.પ્રો.રામભાઈ વારોતરીયા દ્વારા દાતા તરીકે શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.સામાન્ય જ્ઞાન કસોટીમાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના ઉપપ્રમુખ એવા વિક્રમભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મંડળના મંત્રી એવા મયુરભાઈ ગજીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કારોબારી મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.અરવિંદભાઈ બોરીચા દ્વારા ધોરણ ૧૦ ની વાર્ષિક પરીક્ષામાં મોરબી જિલ્લાના કોઈપણ પરીક્ષા કેન્દ્રમાંથી આહીર સમાજનો વિદ્યાર્થી કેન્દ્રમાં પ્રથમ નંબરે આવશે તો તેને અરવિંદભાઈ તરફથી રૂપિયા ૨૧ હજારનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.તેવી જાહેરાત કરવામાં આવી છે.આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.પરીક્ષાનું તમામ આયોજન રમેશભાઈ છૈયા, ગૌરાંગભાઈ ગોહિલ, સાગરભાઇ ચાવડા, યશપાલ લોખીલ, વિજયભાઈ ડાંગર, વિજયભાઈ હુંબલ દ્વારા કરવામાં આવેલ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા તમામને બિરદાવવામાં આવ્યા હતા

