મોરબીના જેતપર ગામેથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ
SHARE






મોરબીના જેતપર ગામેથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ
મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામેથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.હળવદનો પરિવાર પ્રસંગ સબબ જેતપર ગામે આવ્યો હતો અને અહીં તેઓની પાંચ વર્ષની દીકરી ગુમ થઈ જતા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના કુંભાર દરવાજાની બહાર રામદેવપીર મંદિર પાસે રહેતા મુન્નાભાઈ દુદાભાઈ ગોલતર ભરવાડ (૨૮) કે જેઓ ડ્રાઇવિંગનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેઓ પરિવાર સાથે પ્રસંગ સબબ મોરબી તાલુકાના જેતપર ગામે આવ્યા હતા અને અહીં પીજીવીસીએલની કચેરીથી ભરવાડ સમાજની વાડી સુધીમાં તેઓની પાંચ વર્ષની ગુમ થઈ ગયેલ છે.ગઈકાલ તા.૬-૪ ના બપોરના દોઢેક વાગ્યાથી લઈને સાંજના આઠેક વાગ્યા દરમિયાનમાં તેઓની પાંચ વર્ષની દીકરી જીયાંશી મુન્નાભાઈ ગોલતર ગુમ થઈ ગયેલી હોય તેઓએ શોધખોળ કરી હતી છતાં સગીરાનો કોઈ પતો લાગ્યો ન હોય હાલ આ બાબતે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેને લઇને તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા આ બાબતે નોંધ કરી ગુમ થયેલી દીકરીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
છરી વડે મારામારી
મોરબીના વીસીપરામાં રહેતા ફારૂક અલાઉદ્દીન કટિયા (ઉમર ૩૫) નામના યુવાનને મારામારી દરમિયાન છરી વડે ઇજા પહોંચેલી હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા મોહનભાઈ હરિભાઈ ચાવડા નામના ૫૪ વર્ષના આધેડને તા.૪ ના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં માળિયા વનાળીયા સોસાયટી ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેમને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા નોંધ કરી કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
બાળક સારવારમાં
મોરબી તાલુકાના અમરેલી ગામે રહેતા સોહીલ રોહિતભાઈ ઝિંઝુવાડીયા નામનો સાત વર્ષનો બાળક ઘર પાસે રમતો હતો.ત્યારે તેને કોઈ ઝેરી જીવાત કરડી જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના નવલખી રોડ સેંટ મેરી સ્કૂલ પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા સોનલબેન મનોજભાઈ નગવાડીયા નામના ૩૮ વર્ષીય મહિલા બાઇકમાં પાછળ બેસીને જતા હતા ત્યારે બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામેકાંઠે સોઓરડી પાછળ આવેલ માળિયા વનાડીયા સોસાયટીમાં રહેતા બળવંતભાઈ ગેલાભાઈ સોલંકી બાઈક લઈને વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી જતા હતા.ત્યારે ત્યાં આવેલ બંધુનગર પાસે તેઓને વાહન અકસ્માત બનાવમાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઈ હતી

