મોરબીમાંથી ૧૫૮ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ, આરોપી ફરાર: ૩.૫૩ લાખનો મુદ્દામાલ કરજે ટંકારાના ખાખરા ગામ નજીક પુલ ઉપરથી છોટા હાથી નદીમાં ખાબક્યું: જીવના જોખમે માવો બનાવતા યુવાનનો વિડિયો વાયરલ ડોક્ટર હનુમાનના મંદિરે માણહ... માણહ... થશે: મોરબીના ખોખરા હનુમાન માટે કેશવાનંદ બાપુએ કરેલ ભવિષ્ય વાણી સાચી ઠરી, ગુજરાતમાં એક માત્ર 108 ફૂટની હનુમાનજીની મુર્તિ આકર્ષણનું કોન્દ્ર મોરબીમાં ઠંડા પીણાની એજન્સી ચલાવતા યુવાને તેની ઓફિસમાં દવા પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં માજી ધારાસભ્ય સહિતના લોકો જોડાયા મોરબી નજીક ટ્રકને આંતરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ: સાત શખ્સો સામે અપહરણ-લૂંટનો ગુનો નોંધાયો મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ 3700 ના મુદામાલ સાથે પકડાયો એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા ગામ પાસેનો બનાવ :રિફલેક્ટર આડસ કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ સાઇડ ટ્રક પાર્ક કરતા અતસ્માત


SHARE











વાંકાનેરના ગારીડા ગામ પાસેનો બનાવ :રિફલેક્ટર આડસ કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ સાઇડ ટ્રક પાર્ક કરતા અતસ્માત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ગારીડા ગામ પાસેના નેશનલ હાઈવે ઉપર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રોડ સાઈડમાં પાર્ક કરવામાં આવેલા ટ્રકના લીધે પાછળ અન્ય ટ્રક અથડાતા પાછળના ટ્રકના ડ્રાઇવરના બંને પગે ફેક્ચર થયું હોય આ બાબતે ફરિયાદ નોંધાવવા પામી છે.

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી પ્રમાણે તેઓના પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મોહમ્મદજીબ્રાઇલ મોહમ્મદમજીદ મુસ્લિમ (૩૬) ધંધો ડ્રાઇવિંગ રહે.ગુવાવા તા.ગૌરીગંજ જી.અમેઠી ઉત્તરપ્રદેશ વાળાએ ટ્રક નંબર જીજે ૩૬ વી ૫૨૮૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૩૦-૩-૨૫ ના રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસે હાઇવે ઉપર ઉપરોક્ત નંબરના ટ્રક ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક રાત્રીના સમયે કોઈપણ જાતની આડસ, રીફલેકટર કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ સાઈડ પાર્ક કરેલો હોય જેથી કરીને ફરિયાદી પોતાનો ટ્રક લઈને પાછળથી નીકળતા અને તેઓનો ટ્રક આ ટ્રકની પાછળ અથડાયો હતો.જે બનાવમાં ફરીયાદીના બંને પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ તેમજ શરીરે મૂઢ ઇજાઓ પહોંચી હતી.હાલ આ બનાવ સંદર્ભે ફરીયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસ મથકના એસ.જે.જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી રહી છે.

ભરતનગર પાસે અકસ્માત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ભરતનગરથી હરીપર (કેરાળા) બાજુ જતા રસ્તે સર્જાયેલ અકસ્માત બનાવમાં અર્જુન રામપ્રસાદ સહાની (ઉંમર ૩૫) રહે.હાલ મુન્દ્રા-કચ્છને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે ઉદય સીરામીક નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાઓ થતા મનોજ રામદાસ નાઇ (ઉમર ૨૮) તથા અજય રામદાસ નાઇ (ઉમર ૫૫) ને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસાવાણીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

બાઈક સ્લીપ ઇજા

મોરબીની વિજય ટોકિઝ પાસે આવેલ ખાખીની જગ્યામાં રહેતા કમલભાઈ સુરેશભાઈ કુબાબત નામનો ૪૮ વર્ષીય યુવાન કારખાનેથી પરત ઘર તરફ આવી રહ્યો હતો.ત્યારે રવાપર ગામે બોનીપાર્ક નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામતા ખાનગી હોસ્પિટલએ સારવારમાં ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી






Latest News