મોરબીમાંથી ૧૫૮ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ, આરોપી ફરાર: ૩.૫૩ લાખનો મુદ્દામાલ કરજે ટંકારાના ખાખરા ગામ નજીક પુલ ઉપરથી છોટા હાથી નદીમાં ખાબક્યું: જીવના જોખમે માવો બનાવતા યુવાનનો વિડિયો વાયરલ ડોક્ટર હનુમાનના મંદિરે માણહ... માણહ... થશે: મોરબીના ખોખરા હનુમાન માટે કેશવાનંદ બાપુએ કરેલ ભવિષ્ય વાણી સાચી ઠરી, ગુજરાતમાં એક માત્ર 108 ફૂટની હનુમાનજીની મુર્તિ આકર્ષણનું કોન્દ્ર મોરબીમાં ઠંડા પીણાની એજન્સી ચલાવતા યુવાને તેની ઓફિસમાં દવા પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં માજી ધારાસભ્ય સહિતના લોકો જોડાયા મોરબી નજીક ટ્રકને આંતરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ: સાત શખ્સો સામે અપહરણ-લૂંટનો ગુનો નોંધાયો મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ 3700 ના મુદામાલ સાથે પકડાયો એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી: ઘુંટુની સિમમાં સીરામીક યુનિટની પાછળ પાણીના ખાડામાંથી આધેડનો મૃતદેહ મળ્યો


SHARE











મોરબી: ઘુંટુની સિમમાં સીરામીક યુનિટની પાછળ પાણીના ખાડામાંથી આધેડનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં એન્ટિક સીરામીકની પાછળથી પસાર થતી કેનાલ નજીક પાણીના ખાડામાંથી મૂળ પશ્ચિમ બંગાળના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી તાલુકા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં ઇન્દરભાઈ બંકિમભાઈ ટુડુ (ઉમર ૨૨) હાલ રહે.રોયલ ટચ સિરામિક લેબર કવાટર ઘુંટુ તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે.પશ્ચિમ બંગાળ વાળાએ જાહેરાત કરી હતી કે તેમના કુટુંબીક મામા લક્ષ્મિનદરનાથ ઉર્ફે શંકરભાઈ દુર્ગાભાઈ મહાલી (ઉમર ૫૦) ધંધો મજૂરીકામ હાલ રહે. રોયલ ટચ સિરામીક લેબર કવાટર ઘુંટુ તા.મોરબી મૂળ રહે.ધુમસાઈ થાના નયાગ્રામ જીલ્લો જાડગ્રામ પશ્ચિમ બંગાળ વાળા ગત તા.૩-૪ ના બપોરના સમયે કોઈને કંઈ કહ્યા વગર ઓરડીમાંથી ગુમ થઈ ગયા હતા અને તેઓની શોધખોળ ચાલુ હતી દરમિયાનમાં તા.૬-૪ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં એન્ટિક સીરામીકના પાછળથી પસાર થતી કેનાલ નજીક ખાડામાંથી લક્ષ્મિનદરનાથ મહાલીનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી.તેઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ શરીર ઉપર કોઈ ઈજા કે અન્ય કોઈ નિશાન જણાતા નથી છતાં મોતનું ખરું કારણ જાણવા માટે વિસેરા લઈને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

છરી સાથે પકડાયા

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ક્રીષ મોબાઇલ નામની દુકાન પાસેથી નીકળેલ દિલીપ ભેરૂલાલ કટારા ભીલ (૩૪) હાલ રહે. જેતપરડા મલ્ટી સ્ટોન કારખાનાના લેબર કવાટરમાં નામના યુવાનને અટકાવીને તેની અંગઝડતી લેવામાં આવતા તેની પાસેથી એક ફૂટ લાંબી ધારદાર છરી મળી આવી હતી.તેમજ વાંકાનેરમાં જ વાંઢા લીમડા ચોક ખાતેથી નીકળેલ રમેશ અરજણભાઈ કોળી (ઉમર ૪૮) રહે. રાજા વડલા વાંકાનેરને અટકાવી તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી પણ છરી મળી આવી હોય હથિયારબંધીના ભંગ સબબ બંનેની વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે મોરબીના ગાંધી ચોક નજીકથી નીકળેલ જાવેદ ઉર્ફે માયા રસુલભાઇ જંગીયા (૩૦) રહે.તખ્તસિંહજી રોડ પુનમ મોબાઇલ ઉપરને અટકાવીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પિયુષભાઇ બકુત્રા દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પણ છરી મળી આવતા તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે ઘુંટુ ગામે આવેલ સીરામીક પાસેથી નીકળેલ નિશાંત ભુપતભાઈ કોળી રહે.જનકપુર ઘુંટુ નામના ૨૦ વર્ષના યુવાનને અટકાવી ચેક કરવામાં આવતા તેની પાસેથી પણ ધારદાર છરી મળી આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી






Latest News