મોરબીના બેલા ગામની સીમમાંથી સગીરાનુ અપહરણ કરનાર બે પૈકી એકની ધરપકડ, મદદગારી કરનાર મામા ની શોધખોળ
મોરબીના જેતપર ગામેથી ગુમ થયેલ ચાર વર્ષની બાળકી સાપરની સીમમાં તળાવ કાંઠેથી હેમખેમ મળી, પોલીસ-પરિવારને હાશકારો
SHARE






મોરબીના જેતપર ગામે ભરવાડ સમાજની વાડીએ પ્રસંગમાં આવેલ પરિવારની ચાર વર્ષની બાળકીસગુમ થયેલ હતી જેથી બાળકીના પિતાની અપહરણની ફરીયાદ લઇને મોરબી તાલુકા પોલીસની બાળકીને શોધવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં બાળકી આજે સવારે 10:00 વાગ્યાના અરસામાં સાપર ગામની સીમમાં તળાવ પાસેથી હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે અને બાળકી તેની જાતે ત્યાં પહોંચી હોવાનું હાલ પોલીસ જણાવી રહી છે.
હળવદમાં આવેલ કુંભાર દરવાજાની બહારના ભાગમાં રામાપીર મંદિર પાસે રહેતા મુન્નાભાઈ દુદાભાઈ ગોલતર (28) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ કરી હતી અને જણાવ્યુ હતુ કે, જેતપર ગામે ભરવાડ સમાજની વાડીએ માતાજીના માંડવાનો પ્રસાદ રાખ્યો હતો ત્યાં યુવાન તેની પત્ની અને દિકરીઓ સાથે ગયો હતો. અને ત્યાં બાજુમાં આવેલ દુકાને ભાગ (નાસ્તો) લેવા માટે બાળકી ગઈ હતી અને ત્યાંથી તે પરત ન આવતા યુવાન અને તેના પત્ની સહિતના પરિવારજનો અને ગામના લોકો દ્વારા ચાર વર્ષની દીકરી જીયાંસી ગોલતરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ એક કલાક સુધી બાળકી ક્યાંથી મળી ન આવી હતી જેથી આ અંગેની બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સની સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને બાળકીને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી
દરમિયાન જેતપર ગામ નજીક આવેલ સાપર ગામનો એક ખેડૂત આજે સવારે 10:00 વાગ્યાના અરસામાં સીમ વિસ્તારમાંથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તળાવના કાંઠે એક બાળકી બેઠેલા જોવા મળી હતી જેથી આ અંગેની તાત્કાલિક તેણે ગામના આગેવાનને જાણ કરી હતી અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં સ્થળ ઉપરથી જીયાંસી ગોલતર હેમખેમાં મળી આવતા પોલીસે તેને હસ્તગત કરીને તેના માતા પિતાને સુપ્રત કરેલ છે અને વધુમાં પોલીસના કહેવા પ્રમાણે બાળકીનું કોઈએ અપહરણ કર્યું ન હતું અને બાળકી ભુલી પડી ગયેલ હોવાથી પોતે પોતાની જાતે ત્યાં સુધી પહોંચી ગયેલ હતી જોકે જે સ્થળે પ્રસાદ લેવા માટે બાળકીનો પરિવાર ગયો હતો અને જે સ્થળેથી બાળકી મળી આવી તે બંન્ને વચ્ચે અંતર ઘણું વધુ હોવાથી ખરેખર બાળકી ત્યાં કઈ રીતે પહોંચી તે તપાસમાં વિષય છે. આગળની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે. ચારેલ અને તેની ટીમે હાથ ધરી છે.

