મોરબીમાંથી ૧૫૮ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ, આરોપી ફરાર: ૩.૫૩ લાખનો મુદ્દામાલ કરજે ટંકારાના ખાખરા ગામ નજીક પુલ ઉપરથી છોટા હાથી નદીમાં ખાબક્યું: જીવના જોખમે માવો બનાવતા યુવાનનો વિડિયો વાયરલ ડોક્ટર હનુમાનના મંદિરે માણહ... માણહ... થશે: મોરબીના ખોખરા હનુમાન માટે કેશવાનંદ બાપુએ કરેલ ભવિષ્ય વાણી સાચી ઠરી, ગુજરાતમાં એક માત્ર 108 ફૂટની હનુમાનજીની મુર્તિ આકર્ષણનું કોન્દ્ર મોરબીમાં ઠંડા પીણાની એજન્સી ચલાવતા યુવાને તેની ઓફિસમાં દવા પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં માજી ધારાસભ્ય સહિતના લોકો જોડાયા મોરબી નજીક ટ્રકને આંતરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ: સાત શખ્સો સામે અપહરણ-લૂંટનો ગુનો નોંધાયો મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ 3700 ના મુદામાલ સાથે પકડાયો એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં


SHARE











મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતી મહિલાએ તેમની દીકરી સાથે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે ૧૯ વર્ષની દીકરીનું મોત નીપજ્યું છે.જ્યારે માતાને બચાવીને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે.જોકે માતા-પુત્રીએ સજોડે કયા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું ? તે કારણ હજુ અકબંધ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ બોપલિયાના પત્ની કંચનબેન વિનોદભાઈ બોપલિયા તથા ૧૯ વર્ષની દીકરી કુંજનબેન વિનોદભાઈ બોપલિયાએ આજે તા.૭--૪ ના બપોરના સમયે કોઈ કારણોસર મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.જેથી પાણીમાં ડૂબી જવાના કારણે કુંજનબેન વિનોદભાઈ બોપલિયા (૧૯) નું મોત નીપજ્યું હતું. જોકે કંચનબેનને બચાવીને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા. અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં કંચનબેનના પિતરાઈ ભાઈ જયેશભાઇ પાસેથી મળતી વિગત પ્રમાણે વિનોદભાઈ બોપલિયા ટાઇલ્સનું માર્કેટીંગનું કામકાજ કરે છે અને તેમની એકની એક દીકરી કુંજનબેન બોપલિયા બીએસસીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.જોકે માતા-પુત્રીએ સજોડે ક્યા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપાવ્યું હતું ? તે હજુ સુધી સામે આવ્યું નથી.જેથી કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News