વાંકાનેર: મેસરિયા- ૨ (વરથાળા) તળાવના ૨૭.૮૧ લાખના રિપેરીંગ કામનું ખાતમુહૂર્ત કરતા જિજ્ઞાસાબેન મેર
SHARE








વાંકાનેર: મેસરિયા- ૨ (વરથાળા) તળાવના ૨૭.૮૧ લાખના રિપેરીંગ કામનું ખાતમુહૂર્ત કરતા જિજ્ઞાસાબેન મેર
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે મેસરિયા- ૨ તળાવ (વરથાળા તળાવ)નું ૨૭.૮૧ લાખના રીપેર અને મેન્ટેનન્સ વર્કના કામનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું અને મુખ્ય કામગીરી તારીકે નાની સિંચાઈ યોજનાની પાળનું જંગલ કટિંગ, માટીકામ અને પિચિંગ કામ કરવામાં આવશે. જેનાથી તળાવની પાળની મજબૂતાઇમાં વધારો થશે. આ તકે મેસરિયા ગામના સરપંચ હસમુખભાઈ તથા નરેન્દ્રભાઈ સોલંકી અને ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકામા પીવાના પાણી અને સિચાયના પાણી માટેના તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાત સરકારના પાણી પુરવઢા અને સિંચાય વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગામ લોકોએ જીજ્ઞાસાબેન મેરે અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

