માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે લેન્ડગ્રેબિંગના ગુનામાં જામીન ઉપર છૂટવા  સરકારી જમીન ઉપરનું દબાણ જાતે દૂર કર્યુ


SHARE

















ટંકારાના ટોળ ગામે લેન્ડગ્રેબિંગના ગુનામાં જામીન ઉપર છૂટવા  સરકારી જમીન ઉપરનું દબાણ જાતે દૂર કર્યુ

ટંકારાના ટોળ ગામે જાહેર રસ્તાની સરકારી જમીન ઉપર મકાન ખડકી દેવાની સાથે સાથે કૂવો પણ ખોદી નાખવામાં આવતા ટંકારા મામલતદારે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી અને આ કેસમાં જેલ હવાલે થયેલા આરોપીએ જામીન ઉપર છૂટવા અરજી કરતા કોર્ટે સરકારી જમીન ઉપર કરેલું દબાણ જાતે દૂર કરવા આદેશ કર્યો હતો જેથી કરીને દબાણકર્તાઓને પરિવારજનો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે

ટંકારાના ટોળ ગામે જૂનો રસ્તો છેલ્લા દસ વર્ષથી કબ્જે કરી લઈ માર્ગ ઉપર મકાન બનાવી કૂવો બનાવી નાખવામાં આવતા ટંકારા મામલતદાર નરેન્દ્ર શુક્લ દ્વારા ટોળ ગામે રહેતા આરોપી ફતેમામદ જીવાભાઇ ગઢવાળા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેથી ટંકારા પોલીસે આરોપીની અટકાયત કરી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આરોપીઓને કોર્ટમાં હાજર કરતા જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો ત્યાર બાદમાં આરોપીએ જામીન પર મુક્ત થવા( સ્પેશ્યલ લેન્ડગ્રેબીંગ કોટ) એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરતા કોર્ટે ભુ-માફિયામા ફફડાટ ફેલાય એવો હુકમ કરી કડક સુચના આપી હતી કે આરોપી જાતે દબાણ વાળી જમીન ખુલ્લી કરે અને કબજો સોપી આપે અને આ અંગેનો રીપોર્ટ ૨૦ નવેમ્બરે કોર્ટ સમક્ષ રજુ કરવા જણાવ્યું હતું. બીજી તરફ કોર્ટેના આદેશનો અમલ કરવા આરોપીના પરીવારજનો દ્વારા જમીન ઉપર ખડકલા કરેલ મકાન સહિતની જગ્યા ખાલી કરી ખુલ્લો પટ કરી નાખ્યો હતો અને ટંકારા મામલતદારને કબ્જો પણ સોપી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દબાણો કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવા કાયદો અમલમાં આવ્યો છે ત્યારે નામદાર કોર્ટે પણ ભુ-માફિયાઓને જામીન માટે કડક વલણ અપનાવતા ટંકારા તાલુકા મથકમાં અને જીલ્લા આખામાં આ મુદ્દે ભારે ચર્ચા સાથે કાયદાનો ભય ઉભો થયો છે. જેથી આગામી દિવસોમાં ભુમાફિયાઓ ભો-ભિતર થઈ જવાના છે એમા શંકાને કોઈ સ્થાન નથી.




Latest News