મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપર ગામે જમીન ઉપર કબ્જો કરવાનો પ્રયાસ કરનાર સહિત ત્રણ શખ્સોએ યુવાનને મારમાર્યો


SHARE







ટંકારાના ગણેશપર ગામે જમીન ઉપર કબ્જો કરવાનો પ્રયાસ કરનાર સહિત ત્રણ શખ્સોએ યુવાનને મારમાર્યો

ટંકારાના ગણેશપર ગામે રહેતા યુવાનની માલિકીની જમીન ઉપર કબજો કરવાનો પ્રયત્ન કરનારા શખ્સની સાથે છએક મહિના પહેલા બોલાચાલી થયેલ હતી ત્યારબાદ યુવાન વાડીએ બાઈક લઈને જતો હતો તેને રસ્તામાં આંતરિને ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી ઝઘડો કરીને લાકડી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા ધર્મેશભાઈ મૂળજીભાઈ ભાગીયા (33)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળવંતભાઈ દેવજીભાઈ દેવડા, ગણેશભાઈ નરસીભાઈ દેવડા અને સંદીપભાઈ બળવંતભાઈ દેવડા રહે. બધા ગણેશપર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેની કબજા ભોગવટા વાળી જમીન ઉપર બળવંતભાઈને કબજો કરવો હતો જેથી છએક મહિના પહેલા બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ ફરિયાદી યુવાન બાઈક લઈને વાડીએ જતો હતો દરમિયાન તેને બળવંતભાઈએ આડુ બાઇક રાખીને આંતરીને બોલાચાલી ઝઘડો કર્યો હતો અને લાકડી વડે મુંઢ માર મારીને ગાળો આપી હતી ત્યારબાદ ગણેશભાઈ અને સંદીપભાઈ પાછળથી ત્યાં આવ્યા હતા અને તેઓએ પણ ફરિયાદી યુવાનને મુંઢ માર મારીને ઈજાઓ કરી હતી અને ત્યારે બળવંતભાઈએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ હરિઓમ કોમ્પ્લેક્સમાં બીજા માળે કનૈયા ગેસ્ટ હાઉસ આવેલ છે અને ત્યાં આવતા જતા ગ્રાહકોની ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેમાં એન્ટ્રી કરવામાં આવતી ન હતી જેથી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય ગેસ્ટ હાઉસમાં સંચાલક હઠાભાઈ રઘુભાઈ ઝાપડા (38) રહે. જીવાપરા શેરી ટંકારા વાળાની ધરપકડ કરીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News