મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાની લતિપર ચોકડી પાસે બોલેરો કારના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોત


SHARE

















ટંકારાની લતિપર ચોકડી પાસે બોલેરો કારના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોત

ટંકારાની લતિપર ચોકડી પાસે બોલેરો કારના ચાલકે ચાર વર્ષની બાળકીને અડફેટે લીધી હતી જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક બાળકીના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાની લતીપર ચોકડી પાસે કલ્યાણપર ગામના બસ સ્ટેન્ડ પાછળના ભાગમાં છાપરામાં રહેતા ભુરાભાઈ રામુભાઈ અનારે જાતે ભીલ (ઉંમર ૨૨) મહેન્દ્રા બોલેરો પીકપ સફેદ કલરની ઠાઠા વાળી કાર જેનાં નંબર ખબર નથી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા. ૧૧/૧૧ ના રોજ તેઓની ચાર વર્ષની દીકરી પાયલને આ બોલેરો કાર ચાલકે અડફેટે લીધી હતી જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોય પાયલનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં ટંકારા તાલુકા પોલીસે મૃતક બાળકીના પિતાની ફરિયાદ લઈને કારચાલકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News