મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જેહમતથી અકસ્માત કેસમાં વીમેદારને રકમ મળી
હળવદના મયાપૂર ગામે પિતરાઇ ભાઈએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા વ્હીલ નીચે કચડાઈ જવાથી બે વર્ષની માસૂમ બાળકીનું મોત
SHARE







હળવદના મયાપૂર ગામે પિતરાઇ ભાઈએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા વ્હીલ નીચે કચડાઈ જવાથી બે વર્ષની માસૂમ બાળકીનું મોત
હળવદના મયાપુર ગામની સીમમાં બે વર્ષની બાળકીને ટ્રેક્ટરની ટ્રોલીના છાયડામાં તેની માતાએ સુવડાવી હતી અને તે બાળકી પાસે તેના માસીના બે દીકરાઓ રમતા હતા દરમ્યાન રમતા રમતા તેને ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ બે વર્ષની માસુમ બાળકી ઉપર ફરી જવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક બાળકીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં અજીતગઢ ગામે પ્રવીણભાઈ ત્રીકમભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુનિલભાઈ રત્નાભાઇ વાનિયા (25)ની બે વર્ષની માસુમ દિકરી ચાંદનીબેન સુનિલભાઈ વાનીયાના શરીર ઉપરથી ટ્રેક્ટરની ટ્રૉલીનું તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે તે માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. જે બનાવ અંગેની મૃતક બાળકીના પિતા સુનિલભાઈ વાનીયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની બે વર્ષની દીકરીને તેના પત્નીએ ટ્રેક્ટર નંબર જીજે 36 એપી 0466 ની સાથે લગાવેલ ટ્રોલીના છાંયડામાં સુવડાવી હતી અને ત્યાં ટ્રેક્ટર પાસે મૃતક બાળકીના માસીના દીકરાઓ કાનો (10) અને આનંદ (7) બંને રમતા હતા અને રમતા રમતા ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રેક્ટરની ટ્રોલી નીચે માસુમ બાળકી કચડાઈ ગઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
