વાંકાનેરના મચ્છુ-1 ડેમની મુલાકાત લેતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
હળવદના ચરાડવા ગુરુકુળમાં યુવતી સાથે દુષ્કર્મ આચારનારા શાસ્ત્રી અને તેના ભાણાને 10-10 વર્ષની સજા
SHARE
હળવદના ચરાડવા ગુરુકુળમાં યુવતી સાથે દુષ્કર્મ આચારનારા શાસ્ત્રી અને તેના ભાણાને 10-10 વર્ષની સજા
હળવદ તાલુકાનાં ચરાડવા ગામે આવેલ ગુરુકુલમાં નર્સિંગનો કોર્ષમાં એડમિશન લેવા માટે ગયેલ યુવતીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી અને આ ગુનામાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને 10 વર્ષની સજા અને એક-એક લાખનો દંડ કર્યો છે.
હળવદ તાલુકાનાં ચરાડવા ગામે આવેલ ગુરુકુલમાં નર્સિંગનો કોર્ષ ચાલુ હતો તેમાં એડમીશન લેવા માટે યુવતી આવેલ હતી અને ગુરૂકુળના સંચાલક લલીતભાઇ ઉર્ફે શાસ્ત્રીજી મકનભાઈ પટેલ અને અલ્કેશભાઈ મહેન્દ્રભાઈ કુંજડીયાએ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું જેથી કરીને યુવતીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જેમાં યુવતીએ જણાવ્યુ હતું કે, લલીતભાઇ ઉર્ફે શાસ્ત્રીજી મકનભાઈ પટેલે તેની જ ઓફીસમા ફરિયાદી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો તારી જીંદગી બગાડી નાખીશ તેવી ધમકી આપેલ હતી. અને બીજા દિવસે ફરિયાદી યુવતી ગુરુકુળે ગયેલ હતી ત્યારે શાસ્ત્રીજી ન હતા અને તેનો ભાણો અલ્કેશભાઇ મણીલાલ પટેલ હાજર હતો અને તેને ફરિયાદી યુવતીને કહ્યું હતું કે, “તુ મામા કરતા મારી સાથે સબંધ રાખ હુ તને ગુરૂકુળનો તમામ ચાર્જ આપી દઇશ” તેમ કહીને યુવતી સાથે અડપલા કર્યા હતા અને ત્યાર બાદ દુષ્કર્મ કર્યું હતું જે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ એન.ડી. કારીઆએ કરેલ દલીલ અને રજૂ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ કે.આર. પંડ્યા દ્વારા બન્ને આરોપી લલીતભાઇ ઉર્ફે શાસ્ત્રીજી મકનભાઈ આમોદરા (45) રહે એસ.એસ. સંકુલ, ચરાડવા તાલુકો હળવદ, હાલ રહે ગીતાપાર્ક, સામાકાંઠે ફલોરા સોસાયટીની પાછળ મોરબી અને અલ્કેશભાઈ મહેન્દ્રભાઈ કુંજડીયા (34) રહે. એસ.એસ.સંકુલ ચરાડવા તાલુકો હળવદ મુળ રહે. રીઝા તાલુકો તારાપુર વાળાને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવેલ છે અને એક-એક લાખનો દંડ કરવામાં આવેલ છે અને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ બે લાખ રૂપિય તેમજ આરોપી જો દંડની રકમ ભારે તો તે રકમ મળીને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કરેલ છે. તેવી માહિતી સરકારી વકીલ પાસેથી મળેલ છે.