મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ નજીકથી દારૂ ભરેલ બે કાર સહિત કુલ 6.7 લાખના મુદામાલ સાથે 6 ની ધરપકડ: માલ મંગાવનારની શોધખોળ


SHARE











વાંકાનેરના ભલગામ નજીકથી દારૂ ભરેલ બે કાર સહિત કુલ 6.7 લાખના મુદામાલ સાથે 6 ની ધરપકડ: માલ મંગાવનારની શોધખોળ

વાંકાનેરના ભલગામ ગામની સીમમાં આવેલ કારખાનાથી નજીક કાચા રસ્તા ઉપરથી ટાટા સુમો અને બોલેરો ગાડી પસાર થઈ રહ્યા હતા જેને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી કુલ મળીને 600 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 1,20,000 ની કિંમતનો દારૂ તથા 5.50 લાખ રૂપિયાની કિંમતની બે ગાડી આમ કુલ મળીને 6.70 લાખનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરેલ છે અને માલ મંગાવનારનું નામે સામે આવ્યું છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાંથી નર્મદા કારખાનાથી આગળના ભાગમાં ચામુંડાનગર તરફ જવાના કાચા રસ્તા ઉપરથી ટાટા સુમો ગાડી નંબર જીજે 2 આરજી 2043 અને બોલેરો ગાડી નંબર જીજે 3 બીટી 0963 પસાર થઈ રહી હતી જે બંને વાહનોને રોકીને ચેક કરતા તેમાંથી કુલ મળીને 600 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 1,20,000 ની કિંમતનો દારૂ તેમજ 5.50 લાખ રૂપિયાની કિંમતની બે ગાડીઓ આમ કુલ મળીને 6,70,000 ની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે આરોપી રાજુભાઈ દડુભાઈ જળુ (42) રહે. સાલખડા ચોટીલા, વિહાભાઈ માધાભાઈ સાપરા (35) રહે. ગુંદાખડા, નસુખભાઈ ઉર્ફે ટાલો કેશાભાઈ ગણાદિયા (40) રહે. સતાપર, ભગવાનભાઈ સોમાભાઈ સરવૈયા (32) રહે. ગુંદાખડા, વિનુભાઈ કારાભાઈ સરવૈયા (45) રહે. ગુંદાખડા અને રાજુભાઈ ખીમાભાઈ ગણાદિયા (42) રહે. સતાપર વાળા ની ધરપકડ કરેલ છે અને આરોપી રાજુભાઈ જળુ પાસેથી આ દારૂનો જથ્થો સંજયભાઈ ઉર્ફે દલો નરસીભાઈ મકવાણા રહે. નાળિયેરી તાલુકો ચોટીલા વાળા પાસેથી દેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ સાત શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂ મંગાવનાર આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

6 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા પ્રકાશભાઈ પરમારના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 6 બોટલ મળી આવતા પોલીસે 6,340 ની કિંમત દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પ્રકાશભાઈ રઘુભાઈભાઈ વાસાણી (35) રહે. બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News