મોરબીમાં દારૂની બે રેડ: 14 બોટલ દારૂ કબજે, એક આરોપી પકડાયો-બેની શોધખોળ
SHARE
મોરબીમાં દારૂની બે રેડ: 14 બોટલ દારૂ કબજે, એક આરોપી પકડાયો-બેની શોધખોળ
મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર 11 માં રહેણાંક મકાન પાસે તથા નવા ડેલા રોડ ઉપર દારૂની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની 14 બોટલો પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને હાલમાં એક આરોપીને પકડવામાં આવેલ છે અને બે શખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 11 માં ઇમરાન કટિયાના મકાન પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 11 બોટલો મળી આવતા પોલીસે 7,700 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમરાન ઉર્ફે નાનકો સલીમભાઇ કટિયા રહે. લાતી પ્લોટ શેરી નંબર 11 જોન્સનગરના ઢાળિયા પાસે મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે મોરબીના નવાડેલા રોડ ઉપર એક દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની છ બોટલો સાથે પોલીસે આરોપી તોફિકભાઈ કરીમભાઈ ખોખર (32) રહે. જુના બસ સ્ટેશન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ દારૂની બોટલો કાનભા ગઢવી રહે. વાવડી રોડ મોરબી વાળા પાસેથી મેળવીને પોતાની પાસે રાખી હોવાનું કહયું હતું જેથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂ આપનાર શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે