મોરબીની સત્કાર સોસાયટીમાં તુલસી કુંજ એપાર્ટમેન્ટ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
મોરબી નજીક ગોડાઉનમાંથી 17,514 બોટલ દારૂ પકડવાના ગુનામાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ
SHARE







મોરબી નજીક ગોડાઉનમાંથી 17,514 બોટલ દારૂ પકડવાના ગુનામાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ
મોરબી જીલ્લામાં શનાળા નજીક ગત જાન્યુઆરી માહિનામાં એસએમસીની ટીમે ગોડાઉન રેડ કરી હતી અને ત્યારે એસએમસીની ટીમે દ્વારા 17,514 દારૂની બોટલ સહિત કુલ મળીને 1.11 કરોડથી વધુનો મુદામાલ કબજે કરીને ચાર શખ્સોને પકડીને 11 શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં એલસીબીની ટીમે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી નજીકના શકત શનાળા ગામની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ ભૂમિ ગોડાઉનમા એસએમસીની ટીમે ગત જાન્યુયારી મહિનામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 17,514 દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને 76,39,092 કિંમતનો દારૂ તેમજ ત્રણ વાહન જેની કિંમત 35,30,000, મોબાઇલ નંગ 4 જેની કિંમત 20,000 અને રોકડ રૂપિયા 5,120 આમ કુલ મળીને 1,11,94,212 નો મુદામાલ કબજે કરેલ હતો અને ત્યારે સ્થળ ઉપરથી આરોપી મુકેશ મહેન્દ્રકુમાર સિયાક, જસવંતસિંહ રામચંદ ગોદારા, દિનેશ પ્રેમારામ ગુરુ અને પ્રવિણ ભગીરથરામ વરદની ધરપકડ કરી હતી
તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો ધંધો કરનાર મુખ્ય અરોપી અશોક પુનારામ પુવાર રહે. સાંગરવા સાંચોર રાજસ્થાન, ગોડાઉન ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન, મહેશ ચૌધરી રહે. હાથી કા ઉંચી બાડમેર રાજસ્થાન વળાના નામ સામે આવ્યા હતા તેમજ ટ્રક ટ્રેલર નં. કેએ 01 એએમ 4523 નો ડ્રાઇવર અને મલિક, બડાદોસ્ત ગાડી નં. જીજે 7 ટીયુ 5131 નો માલિક તેમજ દારૂનો જથ્થો મોકલાવનાર આમ કુલ મળીને 11 શખ્સોની સામે ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં સાત આરોપીને પકવાના બાકી હતા તે પૈકીનાં ત્રણ આરોપીનો એલસીબીની ટીમે નવસારીની જેલમાંથી કબ્જો લીધેલ છે.
આ ગુનામાં મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યા અને તેની ટીમ દ્વારા આરોપી વિકાસ ઉર્ફે વિકી સોહનલાલ બિશ્નોઈ (21) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોની મહાલક્ષ્મી મંદિર પાસે કમલકર રામનાથ કુલારીના મકાનમાં ભાડે સાખલી ગાવ ગોવા મૂળ રહે. ડડુસળ ગામ ખીલોરીઓકી ઢાણી સાચોર રાજસ્થાન, સુનિલકુમાર ઉર્ફે દલપતસિંહ ભેરારામ (32) રહે. હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોની મહાલક્ષ્મી મંદિર પાસે કમલકર રામનાથ કુલારીના મકાનમાં ભાડેથી સાંખલી ગામ ગોવા મૂળ રહે. રોહીલા તાલુકો ધોરીમન્ના બાડમેર રાજસ્થાન તથા રામકુમાર ઉર્ફે ડાલા ઉર્ફે પ્રધાન ભરતસિંહ જાટ (49) હાલ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમા લક્ષ્મી મંદિર પાસે કમલકર રામનાથ કુલારીના મકાનમાં ભાડેથી સાંખલી ગામ ગોવા મૂળ રહે. પેતાવાસ કલા ગામ ચરખી દાદરી હરિયાણા વાળાની ધરપકડ કરી છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
