મોરબી નજીક ગોડાઉનમાંથી 17,514 બોટલ દારૂ પકડવાના ગુનામાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ
મોરબીમાં 602 જમીન કૌભાંડ કરનારા ભેજાબાજોની ઊંઘ હરામ: પોલીસે લીધેલા નિવેદનોમાં 15 સાહેદોએ આરોપી ગેંગના વટાણા વેરી નાખ્યા
SHARE







મોરબીમાં 602 જમીન કૌભાંડ કરનારા ભેજાબાજોની ઊંઘ હરામ: પોલીસે લીધેલા નિવેદનોમાં 15 સાહેદોએ આરોપી ગેંગના વટાણા વેરી નાખ્યા
મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને ખોટા મરણના દાખલા, ખોટો વરસાઈ આંબો બનાવીને જમીન હડપ કરવા માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ હતો જોકે, જમીન કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોના પગ નીચેથી હવે ધીમેધીમે જમીન સરકવા લાગી છે કેમ કે, અગાઉ સહઆરોપી મહિલાએ વકીલ મારફતે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે અને તેના સોગંદનામાં પછી પોલીસની તપાસ પણ તેજ બનેલ છે તેવું ચર્ચાઇ રહ્યું છે અને અત્યાર સુધીમાં પોલીસે ક્રમશઃ એક કે બે નહીં પરંતુ 15 જેટલા સાહેદોના કોર્ટમાં નિવેદન લીધેલા છે જેમાં સાહેદોએ આરોપીઓના રોલ વિશેના વટાણા વેરી નાખેલ છે. જેથી મોરબીમાં 602 જમીન કૌભાંડ કરનારા ભેજાબાજોની હવે ઊંઘ હરામ થઈ ગયેલ છે અને પોલીસ દ્વારા જમીન કૌભાંડ કરનાર ગેંગને ગમે ત્યારે દબોચી લે તેવા સંકેતો મળી રહ્યા છે.
મોરબીની અંદર વજેપર સર્વે નંબર 602 ના જમીન કૌભાંડની છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી છે અને આ જમીન કૌભાંડમાં પ્રાંત અધિકારી સુશિલ પરમાર સામે પણ આંગળી ઊઠી રહી છે કેમ કે, ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો વગેરે જેવા પુરાવોના આધારે તેમણે જે મહિલાની વરસાઈ એન્ટ્રી મંજૂર કરી હતી તે વારસાઈ એન્ટ્રીની સામે જમીનના મૂળ માલિકે અપીલ કરી હતી. જે અપીલ કેસમાં કલેકટર કે.બી.ઝવેરીએ થોડા સમય પહેલા જમીનના મૂળ માલિકની તરફેણમાં હુકમ કરેલ છે અને પ્રાંત અધિકારીએ મંજૂર કરેલ વારસાઈ એન્ટ્રીને રદ કરવામાં આવેલ છે. જેથી જમીન કૌભાંડ થયું હતું તે વાતને તો સમર્થન મળી જ ગયું છે. પરંતુ આ જમીન કૌભાંડમાં કોનો શું રોલ હતો તે જાણવા મળે અધિકારીઓથી લઈને અનેક લોકો આતુર છે તેવામાં જમીન કૌભાંડમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા ભેજાબાજોની હવે ઊંઘ હરામ થઈ ગયેલ છે.
અત્રે ઉલેખનીય છેકે, 602 જમીન કૌભાંડના મૂળ માલિક ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા.15/3/2025 ના રોજ શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા નામના બે વ્યક્તિઓની સામે જમીન કૌભાંડની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે બેમાંથી એક પણ આરોપી હજુ સુધી પકડાયેલ નથી પરંતુ આ કેસની ઝીણવટભરી તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે. અને પોલીસ દ્વારા જમીન કૌભાંડ સહિતની જુદી જુદી દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં સહ આરોપી મહિલા શાંતાબેન પરમારે તેના વકીલ મારફતે હાઇકોર્ટમાં એક સોગંદનામુ થોડા દિવસો પહેલા રજૂ કર્યું છે અને શાંતાબેન પરમારે સાગર ફુલતરીયા અને તેની ટોળકી દ્વારા સરકારી સહાય આપવાનું કહીને તેમજ મકાન માટે લોન આપવાનું કહીને જુદા જુદા કાગળોમાં અંગૂઠા લીધેલ છે તેવું પોતાના સોગંદનામાંમાં લખ્યું છે તેવું ચર્ચાઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખીએ છે કે, સહ આરોપી મહિલાએ જે સોગંદનામુ કર્યું છે તેમાં એવું પણ લખવામાં આવેલ છે કે “તે અભણ અને અશિક્ષિત છે અને તેની પાસેથી જે કાગળો ઉપર અંગૂઠા લેવામાં આવ્યા છે, આટલું જ નહીં તે કાગળમાં શું લખ્યું છે તેની કોઈપણ માહિતી કે કોઈપણ સમજ તેમને આપવામાં આવી ન હતી અને તેના અંગૂઠા કાગળ ઉપર લેવામાં આવ્યા છે” આમ મહિલા દ્વારા કરવામાં આવેલા સોગંદનામાંના લીધે જમીન કૌભાંડમાં સંડોવાયેલ ગેંગના પગ નીચેથી જમીન નીકળી ગયેલ હતી. તેવામાં પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડના સહ આરોપી શાંતાબેન પરમાર દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ પછી જમીન કૌભાંડની તપાસ વધુ ગતિમાં ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં એક કે બે નહીં પરંતુ લગભગ 15 જેટલા સાહેદોના પોલીસ દ્વારા કોર્ટમાં નિવેદન લેવડાવવામાં આવ્યા છે અને તપાસ દરમિયાન આગામી સમયમાં આ જમીન કૌભાંડમાં ચોકાવનારી માહિતીઓ સામે આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી અને જે સાહેદોના નિવેદન લેવામાં આવ્યા છે તેમાં આરોપીઓના રોલ વિષે સાહેદોએ વટાણા વેરી નાખ્યા છે જેથી ગમે ત્યારે આ જમીન કૌભાંડમાં હવે આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
