મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર કુહાડી-ધોકાથી હુમલો-ગંભીર ઈજા, યુવાનને સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીમાં યુવાન ઉપર કુહાડી-ધોકાથી હુમલો-ગંભીર ઈજા, યુવાનને સારવારમાં રાજકોટ ખસેડાયો

 

મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં જુની અદાવતમાં યુવાન ઉપર પાંચ ઈસમોએ કુહાડી તથા ધોકા વડે હુમલો કરતા ઘવાયેલ યુવાનને મોરબી બાદ રાજકોટ ખસેડાયો છે. હાલ બાઈક સ્પીડમાં ચલાવવા બાબતે ઝઘડો થયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલા રામકૃષ્ણનગર ખાતે રહેતા કરણ સંજયભાઈ પેથાણી (ઉ.18) ઉપર તા.20ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેના ઘર નજીક પાંચેક લોકો દ્વારા જુની અદાવતનો રોષ રાખીને કુહાડી તેમજ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. માથાના ભાગે તથા શરીરે ઈજાગ્રસ્ત હાલતમાં કરણ પેથાણીને મોરબી સિવિલે ખસેડાયો હતો.

જયાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે (રાબેતા મુજબ) રાજકોટ ખસેડાયો હતો. જયાં તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે નવઘણ ડુંગરા, દિગુડો, કાલી તથા તેમની સાથેના બે અજાણ્યા ઈસમોએ કુહાડી-ધોકા વડે હુમલો કર્યો હતો. બનાવને પગલે બી ડીવીઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડીયાએ આગળની તપાસ શરૂ કરેલ છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા આ વિસ્તારમાં મારામારી અને મર્ડરનો બનાવ બન્યો હતો.

યુવાન ઉપર હુમલો
 મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતા અજય શીવાભાઈ સારેસા (ઉ.26) નામના યુવાન ઉપર રોહીદાસપરામાં આવેલ જીનની પાસે હુમલો કરીને માર મારવામાં આવેલ હોય માથાના ભાગે ઘવાયેલ હાલતમાં અજય સારેસાને સીવીલે સારવાર માટે લઈ જવાયેલ છે. જેથી બી ડીવીઝનના ભરતભાઈ નેથાએ આગળની તપાસ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા
 મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા ભરતભાઈ આંબાભાઈ કરોતરા (54) નામના આધેડ મોરબી પાડાપુર ઉપરથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા ઈજા પામેલ હાલતમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જયારે રફાળેશ્ર્વર ગામના વીરજીભાઈ જીવણભાઈ જોલાપરા (ઉ.50) નામના આધેડ સાયકલ લઈને રફાળેશ્ર્વર ચોકડી પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા બાઈકના ચાલકે તેમને હડફેટે લેતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.

તેમજ મોરબી લીલાપર ચોકડી પાસે આવેલ પાર્થ પેપર મીલના કવાટરમાં રહીને મજુરી કામ કરતા પરીવારની આરોહીબેન લક્ષ્મણભાઈ અહેરવાલ નામની 18 વર્ષની યુવતી કોઈ કારણોસર કાલે બપોરે બે વાગ્યા ઉંદર મારવાની દવા પી જતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ માતાએ સામાન્ય વાતે ઠપકો દેતા પગલુ ભરી લીધુ હતું!




Latest News