મોરબીના ભાજપ અગ્રણીની દીકરીએ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિમાં જન્મદિને આપ્યું અનુદાન
મોરબીના પંચમુખી હનુમાન મંદિરે નિરૂભા ઝાલા-પ્રતિમાબેન રાઠોડનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
SHARE







મોરબીના પંચમુખી હનુમાન મંદિરે નિરૂભા ઝાલા-પ્રતિમાબેન રાઠોડનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
મોરબીના નવલખી રોડે આવેલ રોકડીયા હનુમાન પ્રાથમિક શાળાના આચાર્ય નિરૂભા બેચુભા ઝાલા તથા શ્રી ગિબ્શન મિડલ સ્કૂલના આચાર્ય શ્રીમતી પ્રતિમાબેન રાઠોડ વય મર્યાદાના લીધે સેવા નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારોહ મોરબી શહેરના વિસ્તારમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વોરાભાઈ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શર્મિલાબેન હુંબલ, જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ દિનેશભાઈ વરસોલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજા, જિલ્લા સહકારી પ્રેસના ઉપપ્રમુખ અને રંગપર ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલા, તાલુકા શાળા નં-3 ની તમામ પેટા શાળાનો સ્ટાફ તથા ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો અને રાજપૂત સમાજના અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વય મર્યાદાના લીધે નિવૃત્ત થતા નિરૂભા ઝાલા તેમજ પ્રતિમાબેન રાઠોડને સહુ કોઈએ શુભકામનાઓ પાઠવી હતી.
