મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે ઉછીના આપેલા રૂપિયા પાછા લેવા માટે યુવાનની બે શખ્સોએ કરી નિર્મમ હત્યા


SHARE













 

મોરબીના નાનીવાવડી ગામે ઉછીના આપેલા રૂપિયા પાછા લેવા માટે યુવાનની બે શખ્સોએ કરી નિર્મમ હત્યા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાને હોસ્પિટલ ખર્ચ આવતા રૂપિયાની જરૂર હતી જેથી કરીને તે જ ગામમાં રહેતા બે શખ્સ પાસેથી રૂપિયા ઉછીના લીધેલ હતા અને તે રૂપિયા પાછા ન આપી શકતા આ બંને શખ્સે તે યુવાનને ગામ નજીક આવેલ તળાવ કાંઠે માથા ભાગે તેમજ શરીરે બોથડ પદાર્થ વડે ઘા મારીને ગંભીર ઇજા કરીને તેની હત્યા કરી હતી જેથી યુવાનની લાશ મળી આવી હતી જેને ફોરેન્સિક પીએમ માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા (75)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હેમંત પ્રેમજીભાઇ સોલંકી અને ગૌતમભાઇ હીરાભાઇ ઉભડીયા રહે બંને નાનીવાવડી મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે તેના નાના દીકરા દિપકભાઈ ભાણજીભાઈ મકવાણા (32) કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને જે તે સમયે હોસ્પિટલનો ખર્ચ આવી જવાથી ફરિયાદીના દીકરાએ બંને આરોપીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હતા જે રૂપિયા પરત ન આપી શકતા બંને આરોપીઓએ તેના દીકરાને નાની વાવડી ગામે આવેલ દશામાના મંદિરની પાછળના ભાગમાં તળાવના કાંઠે બોલવેલ હતો જો કે, ફરિયાદીના મોટા દીકરા વસંતભાઇ  અસ્થિતર મગજના છે અને તેને હાથમાં ફ્રેકચર થયેલ હોવાથી તેની ઓપરેશન કરવાનું હતું જેથી તે હોસ્પિટલે હતા ત્યાં રોકાવું પડે તેમ હતું જેથી કરીને ચાદર મંગાવવા માટે તેઓએ તેના દીકરા દિપકભાઈને ફોન કર્યો હતો ત્યારે તેનો ફોન હેમંત પ્રેમજીભાઇ સોલંકીએ ઉપડયો હતો અને કહ્યું હતું કે તારા દીકરાએ મારી અને ગૌતમભાઇ હીરાભાઇ ઉભડીયા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હતા જે પાછા આપેલ નથી જેથી તું તારા દીકરા વતી રૂપિયા આપી દે તેવું કહ્યું હતું અને ફરિયાદીના દીકરાને માર નાખવાની બંને આરોપીઓએ ફોન ઉપર ફરિયાદીને ધમકી આપેલ હતી ત્યાર બાદ ફરિયાદી રાતે હોસ્પિટલે જ રોકાયેલ હતા અને બીજા દિવસે સવારે તેઓને રણછોડભાઈ મકવાણાનો ફોન આવેલ હતો અને કહ્યું હતું કે, તમારા દીકરા દીપકભાઈનું તળાવના કાંઠે મર્ડર થઈ ગયું છે તેઓ તાત્કાલિક તેના દીકરા વસંતભાઇને સાથે લઈને ત્યાં ગયા હતા અને ત્યારે ગામના લોકો તેમજ પોલીસ ત્યાં આવી ગયેલ હતી અને ત્યાર બાદ ફરિયાદીના દીકરાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે તેના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવેલ હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ આપેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને આ બનાવની આગળની તપાસ તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટિમ ચલાવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના કૂલીનગરમાં રહેતો નવાજ રમજાન ખોખર (4) નામનો બાળક તેના મામા સાથે વીસી ફાટક બાજુ જવાના સ્મશાન રોડ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે બાળકને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News