માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે મહાપાલિકાની ટીમે 50 જેટલા દબાણો જીસીબીથી તોડી પાડ્યા


SHARE











મોરબીના બાયપાસ રોડે મહાપાલિકાની ટીમે 50 જેટલા દબાણો જીસીબીથી તોડી પાડ્યા

મોરબી મહાનગરપાલિકા દ્વારા અઠવાડિયામાં એક દિવસ કોઈ એક વિસ્તારની અંદર મુખ્યમાર્ગની આસપાસના દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવે છે જેના ભાગરૂપે મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચેના વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અંદાજે 50 જેટલા નાના મોટા, કાચા પાકા દબાણોને જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા.

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી મોરબીના જુદા જુદા વિસ્તારમાં મુખ્યમાર્ગોની આસપાસમાં જે નાના મોટા, કાચા પાકા દબાણો કરવામાં આવ્યા છે તેને તોડી પાડવા માટેની કામગીરી કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે દર બુધવારે કોઈ એક વિસ્તારની અંદર ડિમોલિશન હાથ ધરવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલથી લઈને પંચાસર ચોકડી સુધીના વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ કરવામાં આવેલ નાના મોટા, કાચા પાકા દબાણોને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને અધિકારીને કહેવા મુજબ આ કામગીરી દરમિયાન દુકાનો, હોટલ અને ભંગારના ડેલા વગેરે જેવા દબાણો મળીને કુલ 50 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને વધુમાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે મોરબીના મુખ્યમાર્ગો ઉપર કોઈ પણ જગ્યાએ નાના મોટા, કાચા પાકા કોઈપણ પ્રકારના દબાણો નડતરરૂપ હશે તો તેને તોડી પાડવા માટેની કામગીરી આવી જ રીતે ચાલુ રાખવામાં આવશે.




Latest News