મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ


SHARE













મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા  જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત સૌ પ્રથમ હિન્દુ સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદનાથી કરવામાં આવી , સરસ્વતી વંદના મોરબી જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષ કિરણબેન અને પ્રજ્ઞા બેન દ્વારા કરવામાં આવી , ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત દરેક તાલુકાના અધ્યક્ષ અને મંત્રી તેમજ દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કિરીટભાઈ દેકાવાડીયા રાજ્ય પ્રતિનિધિ દ્વારા કરવામાં આવ્યું હતુ.

ત્યારબાદ ડો.લાભુબેન કારાવદરાને મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ તરીકેની ઘોષણા કરવામાં આવી તેમજ હિતેષભાઈ ગોપાણીને ગુજરાત પ્રાંત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘમાં સંગઠન મંત્રીની જવાબદારી મળેલ હોય,મોરબી જિલ્લાના અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી તરીકે હળવદ તાલુકાના પૂર્વ સીઆરસી કો.ઓર્ડીનેટર અને હાલના પાંડાતીર્થ શાળાના આચાર્ય કરશનભાઈ ડોડીયાને જવાબદારી સોંપવામાં આવતા પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.બેઠકમાં સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠન ને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તેનું અને  ગત રાજ્ય કારોબારી બેઠક માં થયેલા શિક્ષકોના પ્રશ્નો અને જિલ્લામાં ઉકેલા થયેલા પ્રશ્નોની સચોટ માહિતી તેમજ આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે અને તેની સંપૂર્ણ માહિતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા આપવામાં આવી. ત્યારબાદ કારોબારી બેઠકમાં હિતેષભાઈ ગોપાણી (સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત,શૈક્ષિક મહાસંઘ) દ્વારા સંગઠન એક ધ્યેય સૂત્ર સાથે કામ કરી રહ્યું છે અને સગઠનની કાર્ય પ્રણાલી અને દરેક કાર્યકર્તાની સંગઠનમાં ભૂમિકા વિશે અને સંગઠન માટે અને સમાજ માટે શું કરી શકાય? તેની સચોટ માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ દરેક તાલુકાના અધ્યક્ષ દ્વારા તેમના પ્રતિભાવ તથા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી અને અંતે કારોબારી બેઠકમાં કલ્યાણ મંત્ર નિરવભાઈ બાવરવા પ્રચારમંત્રી મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવ્યો અને બેઠકને પૂર્ણ કરવામાં આવી. સમગ્ર કારોબારી બેઠકનું સંચાલન કિરણભાઈ કાચરોલા મહામંત્રી મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવ્યું હતુ.






Latest News