મોરબી મહાપાલિકામાં સમાવેશ કરેલ વિસ્તારોમાં સુવિધા આપવાની માંગ
મોરબીમાં બાકીમાં કોલસો લઈને રૂપિયા નહીં આપનારા ઉદ્યોગકારોને ત્યાં હવે માલની સપ્લાઈ બંધ
SHARE









મોરબીમાં બાકીમાં કોલસો લઈને રૂપિયા નહીં આપનારા ઉદ્યોગકારોને ત્યાં હવે માલની સપ્લાઈ બંધ
મોરબી કોલ એસો.ના પ્રમુખ જીગ્નેશભાઈ કૈલા અને ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલની આગેવાનીમાં તાજેતરમાં મિટિંગ મળી હતી. જેમા ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં આવનારા પડકારોને ધ્યાનમા રાખીને જુદાજુદા વિષયોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વધુ પડતી ઉધારી તથા પૈસા ખોટા થવાનુ પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે કોલ ઉદ્યોગ ટકી રહે તે માટે સર્વાનુમતે નિર્ણયો કરીને “લાંબા સમયથી ઉધારીના પૈસા ન આપતી હોય તેવી ઇન્ડસ્ટ્રીઝમા કોઈ પણ કોલ સપ્લાયર્સ માલ નાખશે નહિ” તેવું નક્કી કરવામાં આવ્યું છે આટલું જ નહીં જે લોકો કોલ ઇન્ડસ્ટ્રીઝ વાળાને રૂપિયા સમયસર અપાતા નથી તેવા ટ્રેડર્સ તથા ઉદ્યોગકારોના નામ હવે ફ્રોડ લિસ્ટમાં નાખવામાં આવશે તેવો પણ નિર્ણય કોલ એસો.ના તમામ સદસ્યોએ સર્વાનુમતે લીધે છે.
