મોરબી જીલ્લામાં મિશન નવ ભારત મહિલા મોરચાના પ્રમુખ પદે મિતલબેન નાખવાની વરણી
મોરબી મહાપાલિકામાં સમાવેશ કરેલ વિસ્તારોમાં સુવિધા આપવાની માંગ
SHARE









મોરબી મહાપાલિકામાં સમાવેશ કરેલ વિસ્તારોમાં સુવિધા આપવાની માંગ
મોરબી મહાપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે જરૂરી સુવિધાઓ આપવાની પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહિયાએ કમિશનરને આવેદનપત્ર આપીને માંગ કરેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, મોરબીના વોર્ડ નં-4 માં ભડીયાદ, જવાહર, ખારી, ત્રાજપર, માળીયા, વનાળીયા, ઉમીયાનગર, બૌધ્ધનગર, જીવરાજ પાર્ક, નદીકાંઠા વિસ્તારનો મહાપાલીકામાં સમાવેશ કરવામાં આવેલ છે જો કે, ત્યાં મુળભુત સુવિધાઓ આપવામાં આવી રહી નથી જેથી ત્યાં સર્વે કરીને ભૂગર્ભ સહિતની સુવિધાઓ આપવામાં આવે તેમજ કમલા પાર્કમાં વરસાદી પાણીનો નિકાલ, સી.સી. રોડનું કામ, અનુપમરાજ સોસાયટી, કમલાપાર્ક, ગીતા પાર્ક, 8-ઓરડી, હાઉસીંગ બોર્ડથી ચકકર રોડ સહિતના વિસ્તારોમાં ઝડપથી જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ છે.
