મોરબીમાં બાકીમાં કોલસો લઈને રૂપિયા નહીં આપનારા ઉદ્યોગકારોને ત્યાં હવે માલની સપ્લાઈ બંધ
મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન
SHARE









મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન
મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા દર વર્ષે ધમાકેદાર એન્યુલ ફંક્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 28 ને સોમવારના રોજ સાંજે 6 થી 10 સુધી મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં એન્યુલ ફંક્શન સિતારે નવયુગ-2025નું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તેમજ રાષ્ટ્રીય, સામાજિક અને સમાજને મેસેજ મળી રહે તેવા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમ પણ વિદ્યાર્થીઓએ દ્વારા વાલીઓ સહિતનાઓની હાજરીમાં રજૂ કરવામાં આવશે જેથી સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા દ્વારા વાલીઓ સહિતના લોકોને એન્યુલ ફંક્શનમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
