મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન
મોરબીના નવલખી રોડે ખુલ્લા નાલામાં ગટરના ગંદા પાણીમાં ડુબી જવાથી છ વર્ષના માસુમ બાળકનું મોત
SHARE









મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખુલ્લા નાલામાં ગટરનું ગંદુ પાણી ભરેલું હતું અને ત્યાં રમતા રમતા એક છ વર્ષનો બાળકને નાલામાં પડી ગયો હતો જેથી ગંદા પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવીજન પોલીસને જાણ કરવામાં આવી છે
મૂળ ધાનપુર તાલુકાના મેન્દ્રી ગામના રહેવાસી દિલહરભાઈ બળવંતભાઈ ચૌહાણ હાલમાં મોરબીમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે અને તેની સાથે હાલમાં તેના સાળાની પત્ની અને તેનો છ વર્ષનો દીકરો રવિ સનાભાઈ નાયક પણ રહેતો હતો તે બાળક આજે સાંજે નવલખી રોડ ઉપર આવેલ ખુલ્લા નાલામાં રમતા રમતા પડી ગયો હતો અને તે નાલાની અંદર ભરેલા ગટરના ગંદા પાણીમાં ડૂબી જવાના કારણે આ માસુમ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું ત્યારબાદ મૃતક બાળકને દિલહરભાઈ ચૌહાણ સહિતના લોકો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવીજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
