મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન
વાંકાનેરમાંથી પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી કાઢવાનો મામલો: બે શખ્સ પકડાયા, એકની શોધખોળ
SHARE








વાંકાનેરમાંથી પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી કાઢવાનો મામલો: બે શખ્સ પકડાયા, એકની શોધખોળ
વાંકાનેરમાંથી બે દિવસ પહેલા રાત્રીના સમયગાળા દરમિયાન ત્રણ ગાડીઓ પસાર થઈ હતી તે પૈકીની એક ગાડી ઉપર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને અન્ય બે ગાડી ઉપર લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં જે બે ગાડીમાં લીલા ઝંડા લગાવવામાં આવ્યા હતા તે બંને ગાડીના ચાલકને પકડવામાં આવેલ છે જો કે, પેલેસ્ટાઇનનો દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો તે ગાડીના ચાલકને પકડવા માટે વાંકાનેર સીટી પોલીસની ટિમ તપાસ કરી રહી છે.
જમ્મુના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેવામાં સમયે વાંકાનેર શહેરમાં ગત તા. 26/4 ના રોજ રાત્રિના સમયે ત્રણ ગાડીઓ પસાર થઈ હતી જે ત્રણ પૈકીની બે ગાડીમાં લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જો કે, સ્વિફ્ટ ગાડીમાં બોનેટ પાસે પેલેસ્ટાઇન દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો જે ત્રણેય ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મહિન્દ્રા થાર ગાડી નંબર જીજે 3 એમએચ 5510, સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીડી 9211 તથા એક અજાણી નંબર પ્લેટ વગરની કારના ચાલક સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને હાલમાં વાંકાનેર સિટી પોલીસે આરોપી યાસીન વાલીમામદ બાયદાણી (25) રહે. રાધે હોટલની બાજુમાં વેલનાથ સોસાયટી કુવાડવા રાજકોટ અને પ્રિન્સ નરેશભાઈ કાકડીયા (21) રહે. પટેલ વાડી સામે પટેલ નગર કુવાડવા રાજકોટ વાળાને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે જો કે, જે ગાડીમાં પેલેસ્ટાઇનનો દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો તે ગાડીના ચાલકને પકડવાનો બાકી છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.

