મોરબીના નીચી માંડલ પાસેના કારખાનામાં સ્લીપ થઈને પડી જતા હેમરેજ થવાથી યુવાનનું મોત
મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઇ પટેલ સહિતના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ્દ
SHARE








મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઇ પટેલ સહિતના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ્દ
મોરબી ઝુલતા પુલ કેસના તમામ આરોપીએ મોરબીની સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવેલ છે અને કહ્યું હતું કે, તે તમામ આરોપીઓ સામે આઇપીસીની જે કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે તે મુજબ ગુનો બનતો નથી જેમાં સરકારી વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આજે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિતના તમામ આરોપીઓએ કરેલી અરજીને રદ કરેલ છે.
મોરબીમાં ગત તા 30/10/2022 ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તે દુર્ઘટનામાં કુલ મળીને 135 જેટલા લોકોના મોત નીપજયું હતા જે કેસ હાલમાં મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે દરમિયાન ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના જે 10 આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેમણે વકીલો મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં તેમની સામે આઈપીસીની જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તે મુજબ ગુનો બનતો નથી જેથી તમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી જે ડિસ્ચાર્જ અરજીનું ગત બુધવારે હિયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી તેમજ વિવિધ કોર્ટને ચુકાદાઓને રજૂ કરવામાં તેને ધ્યાને લઈને આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ દ્વારા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના 10 આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી કરેલ હતી તે પાંચેય અરજીઓને રદ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, “ જે દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તે દિવસે કુલ મળીને 3165 લોકોને ટિકિટ આપવામાં આવેલ છે. જોકે ઝુલતા પુલ ઉપર કેટલા લોકોને એક સમયે જવા દેવા, કેટલી ટિકિટો એક સમયે આપી શકાય તે સહિતની કોઈપણ બાબતની સ્પષ્ટતા ન હતી. અને આ ઘટનામાં નગરપાલિકા અને કલેક્ટરને પણ આરોપી તરીકે જોડાવા માટે ટ્રેજેડી વિકટીમ એસો. દ્વારા અરજી કરવા આવેલ છે જેથી કરીને આગામી દિવસોમાં ઝુલતા પુલ કેસમાં નવા કડાકા ભડાકા થાય તો નવાઈ નથી.

