મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઇ પટેલ સહિતના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ્દ
સ્પેશ્યલ ડ્રાઈવ: મોરબી જિલ્લામાં ગેરકાયદે રહેતા લોકોને શોધવા માટે 53 ટીમો દ્વારા ચેકિંગ ઝુંબેશ
SHARE








સ્પેશ્યલ ડ્રાઈવ: મોરબી જિલ્લામાં ગેરકાયદે રહેતા લોકોને શોધવા માટે 53 ટીમો દ્વારા ચેકિંગ ઝુંબેશ
મોરબી જિલ્લામાં પોલીસે જુદીજુદી 53 જેટલી ટીમો બનાવીને ગેરકાયદે રહેતા લોકોને શોધવા માટે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે અને જુદીજુદી જગયોએ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ જીલ્લામાં ગેરકાયદે રહેતા લોકોની માહિતી હોય તો પોલીસને આપવા માટે અપીલ પણ કરવામાં આવેલ છે.
ડી.જી.પી.ની સુચના હેઠળ આઈજીપી અને મોરબીના એસપીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ડીવાયએસપી, એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને જુદીજુદી જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહી છે અને ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતુ. જે ડ્રાઈવ દરમ્યાન મોરબી સીટી એ ડિવીઝન ની- 5, મોરબી સીટી બી ડિવીઝનની -4, મોરબી તાલુકાની- 15, માળીયા મિયાણાની-3, વાંકાનેર સીટીની- 5, વાંકાનેર તાલુકાની- 11, હળવદ તાલુકાની- 4 તથા ટંકારા તાલુકાની- 4 એમ કુલ- 53 ટીમો બનાવવામાં આવેલ છે
મોરબી જીલ્લામાં સોની બજાર, હોટલ, સ્પા તેમજ મજુર વસાહતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ. જે ચેકીંગ દરમ્યાન 1500 જેટલા ઇસમો, 70 હોટલ, 24 ધાબા, 48 સ્પા, 13 ગેસ્ટ હાઉસ, 9 ફાર્મહાઉસ, 24 મદ્રેશા/ દરગાહ/ ધર્મશાળા ચેક-૨૪, તેમજ ઉદ્યોગીક કંપનીના 300 જેટલા મજૂરો, 35 મજુર વસાહત, 3 શૈક્ષણીક સંકુલ વિગેરે ચેક કરવામાં આવેલ છે અને ડોકયુમેન્ટ તથા જરૂરી આધાર પુરાવા વેરીફાઈ કરવા માટે 27 જેટલા બી રોલ ભરવામાં આવેલ છે.
તેમજ શંકાસ્પદ ઇસમોના આધાર પુરાવાની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. મોરબી જીલ્લામાંથી 10 બાંગ્લાદેશી નાગરીકોને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકોની માહિતી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નં- 74339 75943 અથવા એસ.ઓ.જી. કચેરીના મો.નં- 70962 63999 ઉપર આપવા માટે અપીલ કરેલ છે.

