વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ હળવદ શહેર ભાજપ પ્રમુખના જન્મદિને યોજાયેલ રક્તદાન કેમ્પમાં 331 રકતદાતાઓએ કર્યું રકતદાન મોરબીના આમરણ પાસે અકસ્માત બાદ રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત-એક સારવારમાં મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા મોરબી જિલ્લામાં સહકારથી સમૃધ્ધી અભિયાન અંતર્ગત ગુજરાત સ્થાપના દિને તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ સ્પેશ્યલ ડ્રાઈવ: મોરબી જિલ્લામાં ગેરકાયદે રહેતા લોકોને શોધવા માટે 53 ટીમો દ્વારા ચેકિંગ ઝુંબેશ મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઇ પટેલ સહિતના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ્દ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સહકારથી સમૃધ્ધી અભિયાન અંતર્ગત ગુજરાત સ્થાપના દિને તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ


SHARE















મોરબી જિલ્લામાં સહકારથી સમૃધ્ધી અભિયાન અંતર્ગત ગુજરાત સ્થાપના દિને તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ

વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ "સહકારથી સમૃધ્ધીસંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ને "આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ" જાહેર કરવામાં આવેલ છે. જેની ઉજવણીના ભાગ રૂપે ૧લી મે ના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમીતે મોરબી જિલ્લામાં જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની સફાઇ અભિયાન કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે.

તે ઉપરાંત દરેક ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાથમીક મંડળીઓ દ્વારા પણ સફાઇ અભિયાન હાથ ધરી આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની વ્યાપક ઉજવણી કરવામાં આવશે. ૧ લી મે ના રોજ મોરબી ખાતે માર્કેટ યાર્ડ દ્વારા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સવારે ૯.૦૦ કલાકે તેમજ મોરબી નાગરીક બેન્ક દ્વારા મહાદેવ મંદિર, પરષોત્તમ ચોક, દાવજી પ્લોટ, શેરી નં. ૪ ખાતે સવારે ૧૦.૩૦ કલાકે સફાઈ અભિયાનનું આયોજન કરેલ છે. જે તમામ કાર્યક્રમમાં વ્યાપક પ્રમાણમાં લોકો જોડાય અને સહકારીતાનો સમાજમાં ફેલાવો થાય તેમજ મહાત્મા ગાંધીના "સ્વચ્છતા એ જ સેવા" નો મંત્ર ફળીભુત થાય તે માટે સહકારી સભાસદો અને જન સામાન્ય લોકોને સફાઈ અભીયાનમાં જોડાવા સહકારી સંસ્થાઓ તેમજ તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે. જિલ્લા રજિસ્ટ્રાર બી.એન. પટેલની યાદીમાં જણાવ્યુ છે.






Latest News