મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ


SHARE









મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ

મોરબી મહાનગરપાલિકા દરરજો આપવામાં આવેલ છે જો કે, મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત રહે છે જેથી આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાના ઝોન -૨ માં આવેલ મહેન્દ્રનગર ગામમાં  ખૂબ મોટી સોસાયટી જેવી કે પ્રભુકૃપા, ક્રાંતિજ્યોત,સોમનાથ પાર્ક,હરિગુણ, રોયલ પાર્ક અને મહેન્દ્રગર ગામતળમા આશરે ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ હજાર લોકો રહે છે. તો અને આ ગામનો મહાપાલિકામાં તા ૧/૧/૨૦૨૫ થી સમાવેશ કરવા આવેલ છે. હવે મોરબી મહાપાલિકા ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી દરેક મકાન, શોપિંગ, પ્લોટ, કાર જેવી  અસંખ્યા પ્રોપર્ટી પર વેરો વસુલ કર છે. તો આજ દિવસ સુધી  કોઈપણ જાતની પાયાની સુવિધા આપવામાં આવી રહી નથી. જેમાં ખાસ કરીને પાણી આવતું નથી, હાલ કોઈ રોડ રસ્તા સફાઈ કરવામાં આવતા નથી, સોસાયટીમાં કોઈ મહાપાલિકાનું વાહન, ગાડી,કે ટ્રેકટર  કચરો લેવા માટે આવતા નથી, સર્કિટ હાઉસ થી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં સ્ટ્રીટ લાઈટ નથી, મહેન્દ્રનગર ચોકડી થી માળિયા ફાટક સુધીમાં ખૂબ ટ્રાફિક વાળો વિસ્તાર છે તો આ રોડ પર cctv કેમેરા મૂકવામાં આવે તે સહિતની માંગ કરી છે.




Latest News