અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સાદગીપૂર્ણ રીતે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરાઇ: પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ પદે ઉદયભાઈ જોષીની વરણી


SHARE









મોરબીમાં સાદગીપૂર્ણ રીતે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરાઇ: પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ પદે ઉદયભાઈ જોષીની વરણી

કાશ્મીરનાં પહલગામમાં હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાના લીધે મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અને ભગવાન પરશુરામ દાદાની આરતી કરવામાં આવી હતી અને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો ત્યાર બાદ આગામી વર્ષ માટેના પ્રમુખ સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે પરશુરામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કાશ્મીરનાં પહલગામમાં હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાને સંદર્ભે સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરે પરશુરામદાદાને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આરતીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ પરિવારો, બ્રહ્મ અગ્રણીઓ જોડાયા હતાં. તેવું પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં પ્રમુખ જયદિપભાઈ મહેતા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, હાર્દિકભાઈ ભટ્ટ અને ઋષીભાઈ મહેતાની યાદી માં જણાવવામાં આવે છે. અને દર વર્ષની જેમ પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે ઉદયભાઈ જોષી, મહામંત્રી પદે વિજયભાઈ રાવલ, વિશ્વાસભાઈ જોષી તથા હર્ષભાઈ વ્યાસની નિમણુંક કરવામાં આવી હતી.




Latest News